constipation dance by a group of doctors video viral on social media
  • Home
  • Videos
  • Featured Videos
  • કબજિયાત વાળા લોકોની વ્યથા ડોક્ટરોએ ડાન્સ કરીને એવી સમજાવી કે છેલ્લે સુધી હસવાની ગેરન્ટી

કબજિયાત વાળા લોકોની વ્યથા ડોક્ટરોએ ડાન્સ કરીને એવી સમજાવી કે છેલ્લે સુધી હસવાની ગેરન્ટી

 | 2:04 pm IST

કબજિયાત સહન કરવી ખૂબ મુશ્કેલ છે. આખો દિવસ સતત બેચેની અને પેટમાં દુખાવો રહે છે. ડોક્ટરોએ આ જ સમસ્યાને મનોરંજનની રીતે વ્યક્ત કરીને લોકોને મજા કરાવી છે. સોશિયલ મીડિયા પર ડોક્ટરોનો આ વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ડોક્ટરોના ગ્રુપે બોલિવૂડ ગીતો પર ‘કબજિયાત ડાન્સ’ કર્યો છે. આ વીડિયો ગાયિકા અરિજીતા બેનર્જીએ ફેસબુક પર શેર કર્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે ડોક્ટરોનું એક ગ્રુપ મોહમ્મદ રફીના ગીત ‘સુહાની રાત …’ પર ડાન્સ કરવાનું શરૂ કરે છે. પ્રદર્શન જોતાં જ લોકો જોરથી હસવા લાગ્યા. ત્યારબાદ જ તેણે હિમેશ રેશમિયાની ફિલ્મ ‘ઝલક દિખલા જા …’ અને ‘આતી નહીં’ પર ડાન્સ કર્યો. ડોક્ટરોની આવી સ્ટાઇલ જોઇને લોકો હસી હસી લોટપોટ થઈ ગયાં.

આ વીડિયો 20 ઓક્ટોબરે ફેસબુક પર શેર કરવામાં આવ્યો હતો કે જેને અત્યાર સુધીમાં 5 લાખથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. ઉપરાંત 11 હજારથી વધુ લોકોએ શેર કર્યો છે. એક યૂઝરે લખ્યું, “ડોક્ટરોનું આવું પ્રદર્શન પહેલી વાર જોયું છે. ડોક્ટરોના ગ્રુપે તેજસ્વી મનોરંજન કર્યું. મઝા આવી ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન