constitution day pm modi at parliament central hall
  • Home
  • Featured
  • આજે સંવિધાન દિવસઃ પારિવારિક પક્ષો દેશ માટે ચિંતાનો વિષયઃ PM મોદી

આજે સંવિધાન દિવસઃ પારિવારિક પક્ષો દેશ માટે ચિંતાનો વિષયઃ PM મોદી

 | 11:39 am IST
  • Share

  • સંવિધાન દિવસે સંસદના સેન્ટ્રલ હોલમાં PM મોદી

  • આઝાદીની લડાઈમાં બલિદાન આપનારને નમનઃ PM મોદી

  • 26/11 આપણા માટે દુખદ દિવસઃ મોદી

 

 

સંવિધાન દિવસે સંસદના સેન્ટ્રલ હોલમાં સમારોહનું આયોજન કરાયું જેમાં અનેક મહાનુભાવોની સાથે PM મોદીએ પણ સંબોધન કર્યું છે. જેમાં બલિદાન આપનારા વીરને નમન કરવાની સાથે સાથે સંવિધાનની ગરિમા અને સમાજની કર્તવ્યભાવનાની સાથે સાથે પારિવારિક પાર્ટીઓને લઈને પણ પ્રહાર કર્યા છે.
આઝાદીની લડાઈમાં બલિદાન આપનારને નમનઃ PM મોદી

આજનો દિવસ બાબા સાહેબ આંબેડકર જેવા ધુરંધરોને નમન કરવાનો છે. આજનો દિવસ સદનને પ્રણામ કરવાનો છે. આ પવિત્ર જગ્યાએ મહિનાઓ સુધી ભારતના વિદ્વજજનો, એક્ટિવિસ્ટોએ દેશના ઉજજ્વળ ભવિષ્ય માટે વ્યવસ્થા બનાવી મંથન કર્યું અને સંવિધાન રૂપી અમૃત મળ્યું છે, જેણે અહીં પહોંચાડ્યા છે. આજે બાપૂને પણ નમન કરવાના છે. આઝાદીમાં જેઓએ બલિદાન આપ્યું તે તમામને નમન કરવાનો અવસર છે.


26/11 આપણા માટે દુખદ દિવસઃ મોદી

આતંકવાદીઓ સામે અનેક વીરોએ બલિદાન આપ્યું છે તેમને નમન કરું છું. આજે સંવિઝાન બનાવવા મળતું તો શું થતું. અનેક પંત અને અનેક રજવાડા હોવા છતાં સંવિધાનના માધ્યમથી દેશને બંધનમાં બાંધીને આગળ વધારવાની યોજના બનાવવી તેને આજે જોઈએ તો એક પેજ પણ નહીં બને. નેશન ફર્સ્ટથી દેશ હિત પણ પાછળ રહી જાય છે. તેમની વિચારધારામાં ધાર હતી અને રાષ્ટ્રહિતને ઉપર રાખ્યું.

સંવિધાન નિર્માણમાં દેશનું હિત સર્વોપરીઃ PM મોદી

સંવિધાન અનેક ધારાનો સંગ્રહ નથી પણ સહસ્ત્ર વર્થની ભારતની પરંપરા, અખંડ ધારાની આધુનિક અભિવ્યક્તિ છે. સંવિધાનના અનુસાર આપણે જે કરી રહ્યા છીએ તેનો રસ્તો પણ તપાસી લેવો. આપણું પોતાનું મૂલ્યાંકન પણ જરૂરી છે. સંવિધાન દિવસને દેશમાં ઉજવવાની પરંપરા બનાવવાની જરૂર હતી જેથી આવનારી પેઢીઓ પણ તેને સમજી શકતી. સંવિધાન જેને દુનિયાને જીવંત ઈકાઈ ગણ્યું છે, સામાજિક દસ્તાવેજ ગણ્યું છે. વિવિધતા ભર્યા દેશમાં પેઢી દર પેઢી કામમાં આવતું. બાબા સાહેબ આંબેડકરે દેશને આ નજરાણું આપ્યું તેને સ્મૃતિગ્રંથ રૂપે યાદ કરાય.

પાર્ટી ફોર ધ ફેમિલિ, પાર્ટી બાય ધ ફેમિલિ, પાર્ટી….PM Modi

રાજકીય દળોનું પોતાનું મહત્વ છે અને તેઓ સંવિધાનને લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ છે. રાજકીય દળો પોતાનું લોકતાંત્રિક કેરેક્ટર ખોવી દે છે ત્યારે લોકતંત્રની રક્ષા થઈ શકતી નથી. દેશમાં કાશ્મીરથી કન્યા કુમારી સુધી દરેક ખૂણામાં ભારતમાં એવું સંકટ છે જેમાં સંવિધાન એ લોકતંત્રમાં આસ્થા રાખનારા માટે ચિંતાનો વિષય છે અને એ છે પારિવારિક પાર્ટીઓ, રાજકીય દળો. પાર્ટી ફોર ધ ફેમિલિ, પાર્ટી બાય ધ ફેમિલિ, પાર્ટી….પારિવારિક પાર્ટીઓ એટલે એક પરિવારના વધારે લોકો રાજનીતિમાં ન હોય એવું નથી. યોગ્યતાના આધારે લોકો રાજ કરી શકે છે. પણ જે પાર્ટી એક જ પરિવાર ચલાવે છે, પેઢી દર પેઢી એક જ પરિવાર પાર્ટી ચલાવે છે તે લોકતંત્ર યોગ્ય રહેતું નથી. દેશમાં જાગૃતતા લાવવાની જરૂર છે.

કર્તવ્ય ભાવ જરૂરી: PM Modi

કર્તવ્યભાવ બને છે અને સમાજ પણ ચાલે છે. આઝાદીના અમૃત મહોત્સવમાં કર્તવ્ય ભાવ જરૂરી છે. અધિકાર સમ્માન સાથે અન્યને મળે છે તેમાં સંવિધાન દિવસે પણ આ ભાવ જાગતો રહે અને આપણે કર્તવ્ય ભાવ સાથે ચાલતા રહીએ અને નિષ્ઠા સાથે કામ કરીએ. આપણે આ સંવિધાનને પૂરું કરવામાં કોઈ કસર ન છોડીએ તે ઈચ્છનીય છે.

 

આપણું સંવિધાન આધુનિક ગીતા જેવું છેઃ ઓમ બિરલા

અમારું દાયિત્વ છે કે લોકતાંત્રિક સંસ્થામાં મર્યાદા અને ગરિમાને જાળવી રાખવામાં આવે. કેટલીક પરંપરાને કાયમ રાખવી એ જવાબદારી છે. દેશ અને રાષ્ટ્રના હિતમાં કામ કરવા કહેવાયું છે. તેઓએ કહ્યું કે સંવિધાન ગીતા જેવું છે. આપણા સંવિધાનનું સમગ્ર વિશ્વમાં સમ્માન કરાયું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો