રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કરો આ જ્યૂસનું સેવન, નહીં લાગે કોઇપણ વાયરસનો ચેપ

તમે ઘણાં લોકોને જોયા હશે જેઓ ઘણીવાર બીમાર રહે છે અથવા તેમને હંમેશા શરદી અને તાવની સમસ્યા રહે છે. આ સમસ્યા રોગપ્રતિકારક શક્તિના નબળા થવાને કારણે થાય છે, જેના કારણે લોકો વારંવાર બીમાર પડે છે. જો તમને પણ આવી જ સમસ્યા છે અને તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માંગો છો, તો આજે અમે તમને કેટલાક રોગપ્રતિકારક બુસ્ટર જ્યુસ વિશે જણાવી રહ્યા છીએ. આ રસ લેવાથી તમે તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારીને સ્વસ્થ રહી શકો છો.
ટામેટાનો રસ
ટામેટા હંમેશા શાકભાજી તરીકે ઉપયોગમાં લેવાય છે અથવા તમે તેને કચુંબરમાં ખાવ છો. પરંતુ ટામેટાના રસનું સેવન કરવાથી તમે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકો છો. ખરેખર, ટામેટાંમાં મળતું ફોલેટ ઘણા પ્રકારના ચેપને રોકવામાં મદદ કરે છે. ચાલો જાણીએ ટામેટાંનો રસ બનાવવાની સાચી રીત.
સામગ્રી
બે નંગ – ટામેટાં
એક ચપટી – મીઠું
બનાવવાની રીત
સૌ પ્રથમ ટામેટાને બરાબર ધોઇ લો તેને નાના ટૂકડામાં સમારી લો. અને જ્યૂસરમાં ઉમેરી 5 મિનિટ પીસી લો. હવે તે એક જ્યૂસ તરીકે તૈયાર થઇ ગયુ હતું. હવે આ જ્યૂસને એક ગ્લાસમાં નીકાળીને ઉપરથી મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. તૈયાર છે ટામેટાનો રસ…
આ પણ જુઓ : આ વસ્તુ ખાતા પહેલા ચેતી જજો, હાડકા થઇ જશે ખોખલા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન