consumer-loan-through-tez-app-google-will-provide
  • Home
  • Technology
  • Google હવે ટીવી-ફ્રિઝ ખરીદવા માટે લોન આપશે

Google હવે ટીવી-ફ્રિઝ ખરીદવા માટે લોન આપશે

 | 4:37 pm IST

જેવી રીતે માત્ર એક ક્લીક કરવાથી તમારી સામે Google માહિતીઓનો ઢગલો કરી દે છે બસ એજ રીતે હવે થોડા સમયમાં જ તમને ઓનલાઈન લોન ઉપલબ્ધ કરાવશે. Google ભારતમાં 4 બેંકો સાથે હાથ મેળવ્યો છે. જેમાં એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા અને ફેડરલ બેંકનો સમાવેશ થાય છે. આવનારા સમયમાં એક ખરબ ડૉલરનું ડિઝિટલ ફાઇનાન્સ માર્કેટ પ્રતિસ્પર્ધીઓને ટક્કર આપશે.Google પે એપ Tez પર થોડા સમયમાં આ લોન મેળવી શકશો.

દુનિયામાં સૌથી તેજીની સાથે વધતા મોબાઇલ બજાર ભારતમાં ફેસબૂક ઇંકની કંપની વોટ્સએપથી લઈને જૈક માકી સાથે મળી નાણાંકીય સેવાનો લાભ કરાવશે. આવનારા સમયમાં મોબાઇલના કારણે ઓછા દસ્તાવેજો અને ટૂંકી પ્રક્રિયાવાળી સરળતાથી મળતી લોનની માગ વધશે.

ગૂગલ તેજ એપનું નામ બદલીને હવે Google પે એપ કરવામાં આવ્યુ છે. આપ આ એપ પરથી લાભ મેળવી લોન મેળવી શકશો.ગૂગલની આ એપ યૂપીઆઈ પ્લેટફોર્મ પર કામ કરેછે. નામમાં બદલાવ છતા એપ પહેલા જેવુ જ કામ કરે છે.ગૂગલ એપના માધ્યમથી તમે મોબાઇલ રિચાર્જ, ગિફ્ટ તેમજ પ્રમોશનલ કૂપન જેવી સેવાના લાભ મેળવી શકશો.