Contact Of Indian Cricket Team Couch Will Be Complete After CWC19
  • Home
  • Sports
  • Cricket
  • વર્લ્ડ કપ પુરો થયાનાં આટલા દિવસ બાદ જ ટીમ ઇન્ડિયાનાં કૉચ રવિ શાસ્ત્રીની થશે છુટ્ટી

વર્લ્ડ કપ પુરો થયાનાં આટલા દિવસ બાદ જ ટીમ ઇન્ડિયાનાં કૉચ રવિ શાસ્ત્રીની થશે છુટ્ટી

 | 10:50 pm IST

ભારતીય ટીમનાં મુખ્ય કૉચ રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફનો કરાર ટીમ ઇન્ડિયા સાથે વર્લ્ડ કપ 2019 બાદ સમાપ્ત થઈ જશે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાઇ રહેલો 12મો વિશ્વ કપ 14 જુલાઈનાં રોજ ખત્મ થઈ જશે. આ સાથે રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફનો કૉન્ટ્રાક્ટ પણ પૂર્ણ થઈ રહ્યો છે, પરંતુ બીસીસીઆઈએ પોતાની સુવિધા માટે કૉન્ટ્રાક્ટને આગળ વધાર્યો છે.

વર્લ્ડ કપ બાદ ખત્મ થઈ રહ્યો છે રવિ શાસ્ત્રીનો કૉન્ટ્રાક્ટ

બીસીસીઆઈની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે ભારતીય ટીમનાં મુખ્ય કૉચ રવિ શાસ્ત્રી, સહાયક કૉચ સંજય બાંગર, બૉલિંગ કૉચ ભરત અરૂણ અને આર શ્રીધરનો કૉન્ટ્રાક્ટ વર્લ્ડ કપ બાદ સમાપ્ત થવાનો હતો, પરંતુ સુપ્રીમ કૉર્ટ દ્વારા બનાવવામાં આવેલી પ્રશાસકોની સમિતિનાં નિર્ણય અનુસાર રવિ શાસ્ત્રીની ટીમ ભારતીય ટીમની સાથે આગામી 45 દિવસ સુધી જોડાયેલી રહેશે.

45 દિવસ વધારવમાં આવશે કૉન્ટ્રાક્ટ

બીસીસીઆઈએ કહ્યું કે, “કમિટી ઑફ એડમિનિસ્ટ્રેટર્સે નિર્ણય કર્યો છે કે સપોર્ટ સ્ટાફનો કરાર 45 દિવસ વધારવામાં આવશે, કેમકે વર્લ્ડ કપ બાદ આગામી સપોર્ટ સ્ટાફ માટે ઇન્ટરવ્યૂ હશે. તેનો નિર્ણય ક્રિકેટ એડવાઇઝરી કમિટી એટલે કે સીએસીએ કરવાનો છે. સીએસી જ હેડ કૉચ અને બાકીનાં સપોર્ટ સ્ટાફ માટે ઇન્ટરવ્યૂ લેશે. બીસીસીઆઈ હેડ કૉચ અને સપોર્ટ સ્ટાફ આગામી 45 દિવસ માટે તેમને સેલરી આપશે.

સચિન, સૌરવ અને લક્ષ્ણે પોતાની ભૂમિકાને સ્પષ્ટ કરવા જણાવ્યું

બીસીસીઆઈ માટે ચિંતાનો વિષય એ પણ છે કે સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણે આ વાત માટે બીસીસીઆઈનાં લોકપાલ ડી કે જૈન સાથે પણ સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી તેમનાં કામ અને ભૂમિકાને સ્પષ્ટતા કરવામાં નથી આવતી ત્યાં સુધી તે દૂર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન