સતત અને સખત કામ કરનારાઓનું સરવાળે પર્ફોર્મન્સ બગડે છે : શોધ - Sandesh
  • Home
  • Newspaper
  • સતત અને સખત કામ કરનારાઓનું સરવાળે પર્ફોર્મન્સ બગડે છે : શોધ

સતત અને સખત કામ કરનારાઓનું સરવાળે પર્ફોર્મન્સ બગડે છે : શોધ

 | 2:56 am IST

એવું કહેવાય છે કે, પરિશ્રમથી સફળતા મળે છે અને કારકિર્દીમાં પણ બઢતી થાય છે, જેથી કર્મચારીની આવક વધે અને વ્યક્તિગત આનંદમાં વધારો થાય છે, પરંતુ તાજેતરમાં થયેલા એક અભ્યાસ અનુસાર સખત અને સતત હાર્ડવર્ક કરનારાઓનું કર્મચારીનું સરવાળે પર્ફોર્મન્સ બગડે છે. તેની અસર માત્ર કારકિર્દી પર જ નહીં પણ વ્યક્તિનાં માનસ અને આરોગ્ય ઉપર પણ થાય છે. લંડનની એક યુનિવર્સિટીએ કરેલા એક અભ્યાસમાંથી આ વાત જાણવા મળી હતી. સતત કામને કારણે વ્યક્તિનાં માનસ પર અસર થાય છે. વ્યક્તિ માનસિક રીતે ભાંગી પડે છે અને અસંતોષ અનુભવે છે, જેને કારણે વ્યક્તિનું પ્રમોશન કે ગ્રોથ અટકી જાય છે.

નકારાત્મકતાથી લઈને નારાજગી સુધી પીડાય છે  

ખાસ કરીને સતત કાર્યભાર હોય એવી સ્થિતિમાં વ્યક્તનું મન નકારાત્મક ઝડપથી બની જાય છે. સમય જતાં કર્મચારી નારાજ થઈ જાય છે. એકધારું કામ પર્ફોર્મન્સ અને કામની ગુણવત્તા બગાડે છે. ઘણા ઓછા કેસમાં કર્મચારીઓને પ્રોત્સાહન મળતું હોય છે, છતાં કર્મચારીઓ પોતાની કાર્યક્ષમતા અને કુશળતા વધે એવા પ્રયત્નમાં હોય છે. અભ્યાસકર્તાએ કહ્યું હતું કે, આવા કર્મચારીઓને બોસ કે માલિક તરફથી પ્રોત્સાહન મળવું જોઈએ.

કામને લઈને સતત અનુભવાતું દબાણ

અભ્યાસ કરનાર ટીમે દાવો કર્યો હતો કે, સતત વર્કલોડને કારણે વ્યક્તિ પર કામનું પ્રેશર વધે છે, જેને કારણે કર્મચારીની સર્જનાત્મકતા અને વિચારો પર અસર થાય છે. યુરોપના ૩૬ દેશની કંપનીના કુલ ૫૨,૦૦૦ કર્મચારીઓ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. કર્મચારીઓની જુદી જુદી સ્થિતિઓ પર સરવે કરવામાં આવ્યો હતો, જેમાં કર્મચારીઓ પર આરોગ્ય અને જોખમની સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે તેમનાં કામનાં સ્થળની મુલાકાત લઈને કર્મચારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અભ્યાસમાં ભાગ લેનારાઓને તેમની કાર્યક્ષમતાને લઈને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાં કામને લઈને તાણ અને કામથી લાગતા થાકના મુદ્દાઓ હતા. આ ઉપરાંત તેઓ પોતાનાં સતત કામને લઈને કેટલા ખુશ છે? તથા તેઓ પોતાનાં પર્ફોર્મન્સથી ખુશ છે કે નહીં? આ ઉપરાંત તેઓ જોબસિક્યોરિટી અનુભવે છે કે નહીં?

એકસમાન સર્વિસ સાથે પરસ્પર તુલના કરવામાં આવી

અભ્યાસકર્તા ટીમે આ તમામ કર્મચારીઓના વ્યવસાયની અન્ય કંપનીનાં સર્વિસક્ષેત્ર સાથે તુલના કરી હતી, આ પરથી જાણવા મળ્યું હતું કે, જે લોકો ખૂબ હાર્ડવર્ક કરે છે તેમજ સખત ડેડલાઇનમાં કામ કરે છે તેઓ શારીરિક રીતે નબળાં હોય છે. આ ઉપરાંત તેમની માનસિક અવસ્થા પણ અસ્તવ્યસ્ત હોય છે. અભ્યાસમાં ભાગ લેનારા કર્મચારીઓએ કહ્યું કે, અનેક વખત એવું બન્યુ છે કે તેમનાં સતત કામ અને વધારાનાં વર્કની કોઈ ઉપલા અધિકારીઓ દ્વારા કોઈ નોંધ લેવામાં આવતી નથી. માલિક પણ કામથી પ્રભાવિત થતા નથી અને પ્રોત્સાહન મળતું નથી. કામમાં ઝડપ અને સતત કાર્યશીલતાથી ગુણવત્તા પર માઠી અસર પડે છે, ક્યારેક કામ બગડે પણ છે.

કામ દરમિયાન બ્રેક અનિવાર્ય  

ઘણા વ્યવસાયિકો સતત એક જ સ્થળે કામ બેસીને કામ કરતા હોય છે, આમ કરવાને બદલે કામ દરમિયાન બ્રેક લેવો જોઈએ, આમ કરવાથી વ્યક્તિને હળવાશ મળે છે અને કામનું દબાણ ઘટે છે. આ ઉપરાંત કામને લઈને આપવામાં આવેલા ટાસ્કમાં થોડી સ્વતંત્રતા આપવી જોઈએ. ટાસ્ક આપીને તેમની રીતે કામ કરવા દેવા જોઈએ, અન્યથા માલિક કે બોસની નકારાત્મક છાપ કર્મચારીઓ પર પડે છે. કેટલાક દેશમાં કામના કલાકો નક્કી કરવામાં આવ્યા છે. કોઈ પણ વેપાર કે વ્યવસાયમાં એ કલાકથી ઉપર કામ કરાવી શકાતું નથી, કારણ તે વધુ કામના કલાકોથી વ્યક્તિ પોતાની લાઇફમાં સમતુલન જાળવી શકતો નથી.