Continuous increase in positive cases in Ahmedabad, AMC tests with drone for spraying drug
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં કોરોના પોઝિટીવ કેસોને રોકવા AMC બનશે ‘કોરોના ફાઈટર’, ડ્રોનથી શરૂ કર્યું આ મોટું કામ

અમદાવાદમાં કોરોના પોઝિટીવ કેસોને રોકવા AMC બનશે ‘કોરોના ફાઈટર’, ડ્રોનથી શરૂ કર્યું આ મોટું કામ

 | 2:40 pm IST

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાએ પગપેસરો કરતા તંત્ર દોડતું થઈ ગયું છે અને મોટી ચિંતામાં પેઠું છે. આજને બોડકદેવમાં 3 પોઝિટીવ કેસો સામે આવતા વિસ્તારને હોટસ્પોટ તરીકે જાહેર કરી દેવામાં આવ્યો છે. અમદાવાદ કોરોના વાયરસનું એપી સેન્ટર બન્યું હોય તેમ એક પછી એક કેસો સામે આવી રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસમાં અંદાજે 30 જેટલા કેસમાં વધારો થયો છે. અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે.

આજે અમદાવાદમાં 14 કેસોમાંથી ત્રણ કેસ પશ્ચિમ વિસ્તારના બોડકદેવમાંથી સામે આવ્યા છે. અગાઉ અમદાવાદના બોડકદેવમાં એક વૃદ્ધનું કોરોનાના કારણે મોત નિપજ્યું હતું તે દિશામાં હવે તેમની પત્નીનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે. કોરોના પોઝિટિવ કેસના વિસ્તારોમાં હવેથી અમદાવાદ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. હવે આવા વિસ્તારમાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવશે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર ઓફિસ પાસે કમિશનર વિજય નહેરાની હાજરીમાં ફાયરબ્રિગેડની ટીમે ડ્રોનથી દવાના છંટકાવનો ટેસ્ટ કર્યો હતો. ત્રણ જેટલા ડ્રોન ફાયરબ્રિગેડ દ્વારા લાવવામાં આવ્યા છે.

અમદાવાદમાં ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે 3 ડ્રોન મંગાવાયા હતા. કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા હવે AMC દ્વારા કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં સેનેટાઈઝ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેથી હવેથી 3 ડ્રોનની મદદથી ચેપગ્રસ્ત વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવશે. અમદાવાદમાં કોરોનાના દર્દીઓ કૂદકેને ભૂસકે વધતા તંત્ર એક્શનમાં આવી ગયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં લોકલ કમ્યુનિટિ ટ્રાન્સમિશનને પગલે શહેરના 8 વિસ્તારોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. અમદાવાદના કાલુપુરના બલોચાવાડને ક્લસ્ટર ક્વોરન્ટીન કરાતા મહિલાઓએ હોબાળો કર્યો હતો. જેને પગલે એએમસી અને પોલીસની ટીમ ત્યાં દોડી ગઈ હતી અને મહિલાઓને સમજાવી હતી. આંબાવાડી, બાપુનગર, દરિયાપુર, દાણીલીમડા સહિત 8 વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કરી દેવાયા છે. શહેરો તરફથી હવે ગામડાઓમાં કોરોના ફેલાઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં આજે વધુ 13 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

ગુજરાતમાં હવે લોકલ ટ્રાન્સમિશનના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધી કુલ 165 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 100 જેટલા લોકલ ટ્રાન્સમિશન કેસ છે. જ્યારે 33 વિદેશી ટ્રાવેલ હિસ્ટ્રી અને 32 આંતરરાજ્ય ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. છેલ્લા 24 કલાકમાં 298 ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાંથી 237 નેગેટિવ છે, 21 પોઝિટિવ અને 40 કેસ પેન્ડિંગ છે. આમ અત્યારસુધીમાં કુલ 3040 ટેસ્ટ કરાયા છે. જેમાંથી 165 પોઝિટિવ, 2835 નેગેટિવ અને 40 કેસ પેન્ડિંગ છે.

શહેરમાં આજે 14 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ વાઈરસના ફેલાવો થઈને અન્ય લોકોમાં ન પ્રસરે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 14-14 દર્દીના નામ અને સરનામા સાથેની વિગતો બહાર પાડી છે. કોરોના વાઈરસના અમદાવાદમાં વધુ 14 કેસો નોંધાયા છે આ સાથે જ અત્યાર સુધી 77 કેસો થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન