પુરુષો માટે ગર્ભનિરોધક ઇન્જેક્શન રેડી, ૧૩ વર્ષ ટેન્શન ફ્રી  - Sandesh
  • Home
  • Health & Fitness
  • પુરુષો માટે ગર્ભનિરોધક ઇન્જેક્શન રેડી, ૧૩ વર્ષ ટેન્શન ફ્રી 

પુરુષો માટે ગર્ભનિરોધક ઇન્જેક્શન રેડી, ૧૩ વર્ષ ટેન્શન ફ્રી 

 | 2:23 am IST

। નવી દિલ્હી ।

ભારતમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના વૈજ્ઞા।નિકોએ પુરુષો માટેના કોન્ટ્રાસેપ્ટિવ ઇન્જેક્શન એટલે કે ગર્ભ નિરોધક ઇન્જેક્શન તૈયાર કરી દીધાં છે અને એની સફળતાપૂર્વક ક્લિનિકલ ટ્રાયલ પણ પૂર્ણ કરી છે. હવે કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી લીલી ઝંડી મળે એટલે આગામી ૯ મહિનામાં એ બજારમાં ઉપલબ્ધ થશે. આ પ્રકારનાં ર્ગિભનરોધક ઇન્જેક્શન ભારતે વિશ્વમાં પહેલી વાર તૈયાર કર્યાં છે અને તેથી વૈજ્ઞા।નિકો ખાસ તકેદારી રાખી રહ્યા છે. આ ઇન્જેક્શન માર્કેટમાં આવી જશે પછી પુરુષોને નસબંધીની જરૂર નહીં રહે. આ ઇન્જેક્શન જ ગર્ભ નિરોધકનું કામ કરશે. સસલાં અને ઉંદરો પર એના ટ્રાયલ કરાયા બાદ પુરુષોમાં ક્લિનિકલ ટ્રાયલ પૂરા થયા છે. અમેરિકાએ પણ આવાં ઇન્જેક્શન તૈયાર કરવા ટ્રાયલ શરૂ કરી છે. યુ.કે.ના વૈજ્ઞા।નિકોને આવું ડ્રગ તૈયાર કર્યું છે પણ એમાં આડઅસરો દેખાઈ છે.

૩૦૩ પેશન્ટ પર પ્રયોગ, દુનિયામાં પુરુષો માટે આ પહેલું ગર્ભનિરોધક ઇન્જેક્શન

આઈસીએમઆરના સિનિયર સાયિન્ટસ્ટ ડો. આર. એસ. શર્માએ કહ્યું હતું કે આ ઇન્જેક્શનની ક્લિનિકલ ટ્રાયલ ૩૦૩ પુરુષો પર કરાઈ હતી અને એમાં સફળતા દર ૯૭.૩ ટકા રહ્યો છે. એક વાર ઇન્જેક્શન લીધા બાદ ૧૩ વર્ષ સુધી એની અસર રહેશે. દુનિયામાં પુરુષો માટે આ પહેલું ગર્ભનિરોધક ઇન્જેક્શન છે. હવે આ ઇન્જેક્શન માટે ડ્રગ કન્ટ્રોલરની મંજૂરી બાકી છે.

પુરુષોને નસબંધીની જરૂર નહીં રહે 

ભારતમાં દંપતી બાળકો ન થાય એ માટે ખાસ તકેદારી રાખતાં હોય છે અને મોટા ભાગે મહિલાઓ જ ઓપરેશન કરાવે છે, પણ પુરુષો નસબંધીનું ઓપરેશન કરાવતા નથી. બાળકો ન થાય એ માટે હાલમાં ડોક્ટરો પુરુષોમાં વેસેક્ટોમીનું ઓપરેશન કરે છે.

કેવી રીતે કામ કરશે ઇન્જેક્શન?

ઇન્જેક્શન પુરુષોના ટેસ્ટિકલમાં આપવામાં આવશે અને એમાં ૬૦ એમએલનો ડોઝ ઇન્જેક્ટ કરાશે. ઇન્જેક્શન લાગ્યા બાદ જ્યાં સ્પર્મ તૈયાર થાય છે ત્યાં નેગેટિવ ચાર્જ લાગશે અને સ્પર્મ તૂટી જાય છે. આના કારણે ગર્ભ રહેવાની શક્યતા રહેતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન