Contract killing in Tapi district: Widow's lover killed by mother-in-law
  • Home
  • Gujarat
  • તાપી જિલ્લામાં કોન્ટ્રાકટ કિલિંગ: વિધવા વહૂના પ્રેમીને સાસુએ સોપારી આપી પતાવી દીધો

તાપી જિલ્લામાં કોન્ટ્રાકટ કિલિંગ: વિધવા વહૂના પ્રેમીને સાસુએ સોપારી આપી પતાવી દીધો

 | 6:51 pm IST
  • Share

તાપી જિલામાં વધુ એક હત્યાનો ગુનો પોલીસ ચોપડે નોધાતા ચકચાર મચી જવા પામી છે. જિલ્લામાં જાણે કોન્ટ્રાકટ કિલિંગ શરુ થઇ ગયું હોય તેમ એક વિધવા મહિલાના પ્રેમીને વિધવા મહિલાની સાસુએ હત્યારાઓને સોપારી આપી કુહાડીના ઘા ઝીંકી હત્યા કરાવી અને પુરાવાનો નાશ કરવા યુવાનના મૃતદેહને નહેરમાં નાખી દીધો હતો. જો કે સમગ્ર ઘટના વ્યારાના ખાનપુર ગામે આવેલ નહેરના પાણીમાંથી યુવાનનો મૃતદેહ મળતા પોલીસ તપાસમાં બહાર આવી છે.

ગત 11 એપ્રિલ 2021 ના દિવસે વ્યારાના ખાનપુર ગામે ઝાંખરી નદી ઉપરથી પસાર થતી અન્ડર ગ્રાઉન્ડ નહેરના બ્રીજ પાસેથી નહેરના પાણીમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહની તપાસ કરતા મૃતક યુવકના કપડાના ખિસ્સામાંથી એક આધાર કાર્ડ મળ્યું હતું. જેના આધારે મૃતક યુવક સોનગઢના દુમદા ગામના રાજેશ જયંતીભાઈ ગામીત હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું અને આ ઘટનાની વ્યારા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતદેહને પીએમ કરાવી આગળની તપાસ હાથ ધરી હતી.

મૃતક રાજેશ જયંતીભાઈ ગામીતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા મરનાર રાજેશને માથાના તેમજ ગળાના ભાગે જીવલેણ ઘા માર્યા હોવાનું બહાર આવ્યુ હતું. મરનાર યુવક રાજેશ ગામીતની હત્યા થઇ હોવાની શંકાના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. પોલીસે શરુ કરેલી તપાસમાં રાજેશના કુટુંબીજનોનો સંપર્ક કરી તેમની પૂછપરછ આદરી હતી ત્યારે પોલીસને જાણવા મળ્યું હતું કે 9મી એપ્રિલના રોજ રાજેશને રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં કોઈ ઇસમનો ફોન આવ્યો હતો અને ત્યારે રાજેશે તેના ભાઈ સેમ્યુઅલને ખેતરે મોટર ચાલુ કરી અને પછી આવું છું ત્યાર બાદ રાજેશ ઘરે પરત આવ્યો ન હતો અને તેનો મૃતદેહ વ્યારાના ખાપુર ગામે નહેરમાંથી મળી આવ્યો હતો. રાજેશના કુટુંબીજનોને મૃતદેહ પર ઘા જોઇને તેના આધારે રાજેશની હત્યા થઇ હોવાની શંકા જતા રાજેશના ભાઈ સેમ્યુઅલે વ્યારા પોલીસમાં હત્યાની ફરિયાદ નોધાવી હતી. જેમાં સેર્મ્યુઅલે ગામમાંજ રહેતા અને બનાવ બાદ ગાયબ થયેલા ગુરજી ઉર્ફે ગુલાબ ઉર્ફે ગુલીયો રામુ ગામીત અને મેથુબેન ઉર્ફે મેથાબેન ગુલસીંગ ગામીત પર શંકા વ્યક્ત કરી હતી.

મૃતક રાજેશની હત્યાની ફરિયાદ નોંધાતા જ પોલીસે તપાસને વધુ તેજ બનાવી બાતમીદારોને સક્રિય બનાવી ટેકનીકલ સર્વેલન્સના આધારે અને સ્થાનિકોના નિવેદનો લેતા હત્યાની સમગ્ર વિગતો બહાર આવી હતી. પોલીસ તપાસમાં એવી વિગત સામે આવી કે મૃતક રાજેશના ગામમાં જ રહેતા મેથુબેનના પુત્રવધુ ઉમીતા (નામ બદલ્યું છે) સાથે છેલ્લા દસેક વર્ષથી પ્રેમસબંધ હતો. અને છએક માસ પહેલા તેમનો પુત્ર કેન્સરની બીમારીને લઈને મરણ પામ્યા હતો. જેથી મેથુબેનને લાગ્યું હતું કે રાજેશ તેમની પુત્રવધુ ઉમીતાને ભગાડી જશે. અમને બંને પરિવારોમાં અવારનવાર ઝગડાઓ થતા મરનાર રાજેશના પત્નીએ 108 મહિલા હેલ્પલાઇનમાં જાણ કરતા બંને પક્ષોએ નારી અદાલત વ્યારામાં 6 એપ્રિલના રોજ હાજર રાખી રાજેશ અને મેથુબેનની વધુ ઉમીતાને હવે પછી કોઈ સબંધ ન રાખવા જણાવી સમાધાન કરાવ્યું હતું. પરંતુ ત્યારે મેથુબેને રાજેશને ધમકી આપી હતી કે તને અઠવાડિયું નહિ જીવવા દઉં તને ગંધાય ઉઠે તેવો કરી દેવા. મેથુબેન ઉકાઈના જીઈબીમાં નોકરી કરતા હતા અને મેથુબેને ગામમાંજ રહેતા ગુરજી ઉર્ફે ગુલીયાને રૂપિયા ત્રણ લાખમાં રાજેશને મારી નાખવાની સોપારી આપી હતી.

આ તરફ ગુરજી ઉર્ફે ગુલીયાએ વ્યારાના ખુશાલ્પુરા ગામે રહેતા તેના મિત્ર જયેશ ઉકડિયા ગામીતને રાજેશનું મર્ડર કરવાનું કહ્યું હતું અને તેને 50 હજાર આપવાનું કહી તારા માણસો તૈયાર કર એમ કહ્યું હતું. આ તરફ જયેશે સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઝાબ ગામે રહેતા તેના મિત્ર પાઉલને દુમદાના રાજેશ ગામીતનું મર્ડર કરવાનું કહ્યું હતું. અને એક માણસને સાથે લાવવા કહેતા પાઉલે માંડવીના ટીટોઈ ગામે રહેતા તેના મિત્ર જયદીપ નીલેશભાઈ ચૌધરીને રાજેશનું મ્રાદર કરવા લઇ આવેલો હતો અને આયોજન પ્રમાણે 9મી એપ્રિલના રોજ રાતે સાડા આઠ વાગ્યે મૃતક રાજેશને ગુરજી ઉર્ફે ગુલીયાએ મોબાઈલ પર ફોન કરી ઝાડપાટી ગામની સીમમાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા નહેર પાસે બોલાવ્યો હતો. જ્યાં જયેશ ગામીત પાઉલ અને જયદીપ ને મોટર સાયકલ પર બેસાડી લાવ્યો હતો અને સાથે લાવેલ કુહાડીથી રાજેશના માથાના ભાગે બે જીવલેણ ઘા માર્યા અને ગળાના ભાગે બે જીવલેણ ઘા મારી રાજેશને મોતને ઘાટ ઉતારી મૃતદેહને ઉકાઈ ડાબા કાંઠા નહેરના પાણીમાં નાખી દીધો હતો. જ્યારે મૃતક રાજેશની એક્ટિવા વાઘનેરા ગામની સીમમાં ખેતરમાં મૂકી આવ્યા હતા. દુમદાના ના રાજેશની હત્યાનો ભેદ ઉકેલાતા તમામ આરોપીઓ પોલીસના સકંજામાં આવી ચુક્યા છે જયારે પાઉલ હજુ પોલીસ પકડથી દુર છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો