Controversy between VHP and AHP to take over the ownership of Venikar Bhavan
  • Home
  • Ahmedabad
  • વણીકર ભવનની માલીકીને લઇ VHP અને AHP વચ્ચે વિવાદ, મામલો બિચક્યો

વણીકર ભવનની માલીકીને લઇ VHP અને AHP વચ્ચે વિવાદ, મામલો બિચક્યો

 | 6:06 pm IST

પાલડી ખાતે આવેલા વણીકર ભવનની માલીકીને લઇને વિશ્વ હિન્દુ પરિષદ અને આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ વચ્ચે વિવાદ થતા મામલો બિચક્યો હતો. વિએચપી અને એએચપીએ પાલડી સ્થિત વણીકર ભવન એકબીજા પાસેથી પડાવી લેવાનો આક્ષેપ કર્યો છે.

પ્રવિણ તોડગીયા જ્યારે વિશ્વ હિન્દુ પરિષદમાં હતા તે સમયે અહીં વીએચપીનુ કાર્યાલય ઘમઘમતુ હતુ પરંતુ પ્રવીણ તોડગીયાએ જ્યારે નવા સંગઠનની રચના કરી છે ત્યારે ડો. વણીકર સ્મારક ટ્ર્સ્ટની ઓફીસમાં રાજકીય પ્રવૃતિઓ ન ચલાવવાના મુદ્દે વીએચપીએ એએચપીના કાર્યકરોને કાર્યાલયમાં ધુસવા દીધા નહતા.

તો બીજીતરફ એએચપીના કાર્યકરોએ આ ટ્રસ્ટનુ ભવન પોતાની માલીકીનુ હોવા છતા વીએચપી દ્વારા તેનો કબ્જો લઇ લેવામાં આવ્યો હોવાનો અને કાર્યલાયમાં તોડફોડનો આક્ષેપ લગાવ્યો હતો. પોલિસના ઉચ્ચ અધિકારીઓ પણ વીએચપીને સાથ આપતા હોવાનો આક્ષેપ એએચપીએ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન