Controversy in Hinduja family business empire in crisis
  • Home
  • Featured
  • હિન્દુજા પરિવારમાં વિવાદ બિઝનેસ સામ્રાજ્ય સંકટમાં

હિન્દુજા પરિવારમાં વિવાદ બિઝનેસ સામ્રાજ્ય સંકટમાં

 | 7:59 am IST
  • Share

  • હિન્દુજા પરિવારમાં દિવસે દિવસે કડવાશ વધતી જ જાય છે

  • લાગે છે કે, તેના ઉકેલથી 1,800 કરોડ ડોલરનું ગ્રૂપ જોખમાશે 

  • હિન્દુજા પરિવારના બાકીના ત્રણ ભાઈ દલીલ કરે છે કે પરિવારના જૂના સિદ્ધાંતને તોડી શકાય નહીં

     

અત્યાર સુધી 1,800 કરોડ ડોલરનું સામ્રાજ્ય ધરાવતા હિન્દુજા પરિવારના ચારેય ભાઈઓમાં અખંડ એકતા દેખાતી હતી, હવે તેમાં તિરાડ પડી રહી હોવાના એંધાણ જોવા મળી રહ્યા છે. 85 વર્ષના શ્રાીચંદ હિન્દુજા યાદશક્તિ ગુમાવી રહ્યા છે અને કરમ, તેની બહેન, માતા, ફોઈ અને દાદી ભેગા મળીને બાકીના પરિવાર સામે પોતાનો ભાગ મેળવવા કાનૂની શિંગડાં ભેરવી રહ્યા છે.

આ લોકોની માગણી એવી છે કે જે અકલ્પનીય માનવામાં આવતું હતું. આ લોકો કુલ મિલકતના રીતસર ભાગ પાડવાની માગણી કરી રહ્યા છે.

હિન્દુજા પરિવારના બાકીના ત્રણ ભાઈ ગોપીચંદ, પ્રકાશ અને અશોક દલીલ કરે છે કે પરિવારના જૂના સિદ્ધાંતને તોડી શકાય નહીં. જૂનો સિદ્ધાંત કહે છે કે, પરિવારમાં દરેક વસ્તુ બધાની માલિકીની છે, કોઈપણ વસ્તુ કોઈ એકની માલિકીની નથી.  ભારતમાં તેના છ બિઝનેસ સહિત કુલ 36 દેશોમાં પથરાયેલી આ જૂથની કંપનીઓમાં કુલ 1,50,000 કર્મચારીઓ કામ કરે છે. તેઓ ટ્રક બનાવવાથી બેન્કિંગ, રસાયણ, ઊર્જા, મીડિયા અને આરોગ્યના ક્ષેત્રોમાં બિઝનેસ કરી રહ્યા છે. આ બધા કર્મચારીઓનું ભાવિ પણ ડામાડોળ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો