Controversy in the presence of senior Congress leader Ahmed Patel
  • Home
  • Jamnagar
  • રાજકોટમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાની હાજરીમાં જ ડખો, કેટલાકે તો ચાલતી પકડી

રાજકોટમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાની હાજરીમાં જ ડખો, કેટલાકે તો ચાલતી પકડી

 | 9:07 am IST

નારાજ આગેવાનોએ પ્રદેશ સુધી પહોંચાડી ફરિયાદરાજકોટમાં આજે વરિષ્ઠ કોંગ્રેસી આગેવાન અહેમદ પટેલની હાજરીમાં યોજાએલી પત્રકાર પરિષદમાં જ આગેવાનો વચ્ચેનો ગજગ્રાહ સપાટી ઉપર આવ્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના અગ્રણીઓએ યોગ્ય સન્માન નહિ મળતા ચાલતી પકડી હતી અને બાદમાં પ્રદેશ પ્રમુખ અને અહેમદ પટેલ સુધી ફરિયાદો કરવામાં આવી હતી.

વ્યવસ્થા સંભાળી રહેલા આગેવાનોએ અલ્પાબેન ખાટરીયા, અર્જૂન ખાટરીયા, પ્રદિપ ત્રિવેદી,મિતુલ દોંગા, દિનેશ ચોવટીયા, દિનેશ ડાંગર, ધરમ કામલિયા વિગેરેની અવગણના કરી હતી. એરપોર્ટ સુધી સાથે ગયેલા આગેવાનોેએ પણ સ્થાનિક સ્તરે ચાલતી ગેરવર્તણુંક અને આગેવાનોની અવહેલના બાબતે ફરિયાદો ઉઠાવી હતી. શહેરના આગેવાનો અને સિનિયર નગરસેવકોમાં પણ નારાજગી જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન