- Home
- Sports
- Other Sports
- મહિલા ખેલાડીઓને વોલીબોલ મેચમાં બિકિની ના પહેરવાનું કહેવું આ દેશને ભારે પડ્યું

મહિલા ખેલાડીઓને વોલીબોલ મેચમાં બિકિની ના પહેરવાનું કહેવું આ દેશને ભારે પડ્યું

આગામી મહિને કતારમાં વોલીબોલની એક ટૂર્નામન્ટ રમાનાર છે. જોકે ટૂર્નામેન્ટના શરૂ થયા પહેલા જ કપડાને લઇ એક મોટો વિવાદ છેડાઇ ગયો છે અને કેટલાક ખેલાડીઓએ ટૂર્નામેન્ટનો બહિષ્કાર કરવાનો ફેંસલો લીધો છે. વોલીબોલ સ્ટાર્સ કાર્લા બોર્ગર અને જૂલિયા સુડ કતારમાં યોજાવા જઇ રહેલ ટૂર્નામેન્ટનો બહિષ્કાર કરી રહી છે.
આ ટૂર્નામેન્ટમાં વોલીબોલ ખેલાડીઓને બિકીની પહેરવાનું ના પાડવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ટૂર્નામેન્ટ દરમિયાન શર્ટ અને લોંગ ટ્રાઉઝર્સ પેહરીને જ ગેમ રમવી. જર્મનીની વોલીબોલ સ્ટાર કાર્લા બોર્ગર અને જુલિયા સુડ એ આ ટૂર્નામેન્ટનો બહિષ્કાર કરી દીધો છે. આ ખેલાડી આ મામલામાં કતાર પ્રશાસનની વિનંતીને માની રહ્યા નથી અને તેમનું કહેવું છે કે, આ એક માત્ર એવો દેશ છે જે ખેલાડીઓને રમત પરિસરમાં બિકિની પહેરવાની ના પાડવામાં આવી છે.
એક જર્મન રેડિયો સ્ટેશનની સાથે વાતચીતમાં કાર્લાએ કહ્યું કે, અમે રમત દરમિયાન અમારી જોબ કરીએ છીએ પરંતુ અમને અમારા પ્રોફેશનના કપડા પહેરવાથી જ રોકવામાં આવી રહ્યા છે. આ એકમાત્ર એવો દેશ છે અને આ એક માત્ર એવી ટૂર્નામેન્ટ છે જે સરકાર અમને શિખવી રહી છે કે અમારે અમારૂં કામ કેવું કરવું છે અને અમે તેમની આલોચના કરીએ છીએ.
જણાવી દઇએ કે, કતાર એક ઇસ્લામિક દેશ છે જ્યાં મહિલાઓ ખુબ જ પરંપરાગત કપડા પહેરે છે. આ પ્રથમવાર છે જ્યારે દોહા મહિલાઓની વર્લ્ડ ટૂર ઇવેન્ટ હોસ્ટ કરી રહ્યું છે. ત્યાં જ દોહામાં ગરમીઓ દરમિયાન તાપમાન પણ વધારે હોય છે. જોકે માર્ચના મહિનામાં પણ આ 30થી 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન