ધર્માંતરણ-ફંડિગ કેસની તપાસમાં 200 યુવતીઓ વિશે થયો મોટો ખુલાસો - Sandesh
  • Home
  • Gujarat
  • ધર્માંતરણ-ફંડિગ કેસની તપાસમાં 200 યુવતીઓ વિશે થયો મોટો ખુલાસો

ધર્માંતરણ-ફંડિગ કેસની તપાસમાં 200 યુવતીઓ વિશે થયો મોટો ખુલાસો

 | 10:16 am IST
  • Share

  • 200 યુવતીઓનું ધર્માંતરણ કરાવી નિકાહ કરાવ્યા

  • મૂકબધિર સહિત 1 હજાર લોકોનું ધર્માંતરણ કરાવ્યું

     

     

વડોદરામાં ધર્માંતરણ મામલે મોટો ખુલાસો થયો છે. જેમાં 200 યુવતીઓનું ધર્માંતરણ કરાવી નિકાહ કરાવ્યા છે. તેમાં મૂકબધિર સહિત 1 હજાર લોકોનું ધર્માંતરણ કરાવ્યું હતું. જેમાં આરોપીઓ સામે SITની ટીમે 1860 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. તેમજ અબ્દુલ્લા ફેફડાવાલા સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા છે.

60 કરોડ ટ્રસ્ટના હેતુ વિરુદ્ધ વાપર્યા

ધર્માન્તરણ અને ફંડિગ મામલે પોલીસે પુછપરછમાં ઉમર ગૌતમે અનેક ખુલાસા કર્યા હતા. દિલ્હી રમખાણ અને પ્રદર્શનને પ્રોત્સાહન આપવા માટે પણ વિદેશી ફંડિગના રૂપિયાનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું છે. આ સિવાય ખોટા બીલો અને એન્ટ્રીઓ પાડી 60 કરોડ ટ્રસ્ટના હેતુ વિરુદ્ધ વાપર્યા છે. પોલીસે આ કેસમાં હુસેન મનસુરી, ઉમર ગૌતમ તેમજ સલાઉદીન સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. SITની ટીમે 88 દિવસમાં 1860 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. જેના કારણે અબ્દુલ્લા ફેફડાવાલા સહિત બેને વોન્ટેડ જાહેર કરાયા છે.

સલાઉદ્દીન શેખની અલગ અલગ મુદ્દા પર પુછપરછ કરાઇ

પોલીસ પુછપરછમાં ઉમર ગૌતમે ધર્મ પરિવર્તન અને ફંડિંગ મુદ્દે જણાવ્યું હતું કે, તેણે છેલ્લા કેટલાંક વર્ષોમાં યુપીમાં અંદાજે 1 હજારથી વધુ મૂકબધિર સહિત લોકોનું ધર્મ પરિવર્તન કરાવ્યું છે. અગાઉની પોલીસ પુછપરછમાં ઉમર ગૌતમ ભાંગી પડ્યો હતો અને આ મુદ્દે તેણે કરાવેલ ધર્મ પરિવર્તનમાં કેટલી મહિલાઓ હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ઉમર ગૌતમ અને સલાઉદ્દીન શેખની અલગ અલગ મુદ્દા પર પુછપરછ કરાઇ રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો