વિરાટ કોહલીએ બે મોઢે ઇંગ્લેન્ડના ખેલાડીના કર્યા વખાણ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • વિરાટ કોહલીએ બે મોઢે ઇંગ્લેન્ડના ખેલાડીના કર્યા વખાણ

વિરાટ કોહલીએ બે મોઢે ઇંગ્લેન્ડના ખેલાડીના કર્યા વખાણ

 | 4:41 pm IST

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટસમેન એલિસ્ટર કૂકના વખાણ કરતાં કહ્યું કે તેઓ રમતના મહાન દૂત છે. તેમણે કયારેય પોતાની હદ પાર કરી નથી. કુક એ ભારતની વિરૂદ્ધ પોતાની અંતિમ ટેસ્ટમાં સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું.

કોહલીએ કહ્યું કે તેઓ દરેક માટે શાનદાર ઉદાહરણ છે કે ટેસ્ટ ક્રિકેટને એટલો પ્રેમ કરવામાં આવે અને તેની અંદર દેશ માટે રમતની આટલી વધુ પ્રતિબદ્ધતા અને જજ્બા છે. તેઓ રમતના મહાન દૂત છે. તેમણે કહ્યું કે નિશ્ચિત રીતે તેના માટે મારી અંદર ઘણું સમ્માન છે, કારણ કે તેઓ એવા ખેલાડી છે, જેને કયારેય હદ પાર કરી નથી. કોઇને પણ કયારેય કોઇ નકારાત્મક શબ્દ કહ્યો નથી, માત્ર પોતાનું કામ જ કર્યું અને તે પોતાના કામને લઇ ઘણાં સુનિશ્ચિત હતાં. હું તેમને શુભકામનાઓ પાઠવું છું.

કોહલીએ કહ્યું કે કુકની પ્રતિબદ્ધતા અને તેની 147 રનની છેલ્લી ઇનિંગ્સમાં દેખાય આવે છે જે તેમની 33મી ટેસ્ટ સદી છે. તેમણે કહ્યું કે મેં તેમને મેદાન પર પૂછયું કે શું 140 રન બનાવ્યા બાદ હવે તેમના મગજમાં સંન્યાસને લઇ બીજો કોઇ વિચાર આવી રહ્યો છે તો તેમણે કહ્યું કે બિલકુલ પણ નહીં. કોઇપણ બીજી વસ્તુથી વધુ રાહત મહેસૂસ કરી રહ્યાં હતા. તમે જોઇ શકો છો કે તે પોતાના બેટિંગની નવેસરથી મજા ઉઠાવી રહ્યાં હતા.

કોહલીએ કહ્યું હતું કે તેઓ હવે જે પણ કરવાનો નિર્ણય કરે છે તેના માટે તેણે મારી તરફથી શુભકામનાઓ અને આ સ્થિતિમાં સલામી બેટ્સમેન તરીકે શાનદાર કેરિયર માટે અભિનંદન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન