કૂકડા વર્ષ કેવું ? - Sandesh

કૂકડા વર્ષ કેવું ?

 | 1:33 am IST

વાનરના સ્વભાવ, ચારિત્ર્ય, તંદુરસ્તી, આર્થિક સ્થિતિ વિશે સમજાવ્યું. હવે કુકડા વિશે જાણીએ.

હોંગકોંગના શેર બજારના દલાલો જ્યોતિષમાં બહુ માને છે. દરેક વર્ષમાં અમુક રાશિને પ્રબળ માનવામાં આવે છે. ૧૯૭૪ના વર્ષના ચીની પંચાંગ મુજબ આ વર્ષને ચીનાઓ વાદ્યનું વર્ષ માને છે. વાદ્યનું વર્ષ શુકનિયાળ ગણાય છે. આ વર્ષે તેઓ સટ્ટો સારો કરે છે. ૧૯૭૩નું વર્ષ ત્યાં ભેંસનું વર્ષ હતું. આ વર્ષ શેર બજાર માટે સારું ન ગણાય! મંદી હોય! ૧૯૭૩માં શરૂમાં તેજી દેખાઈ! જ્યોતિષ મુજબ વર્ષ મંદીનું હોવા છતાં તેજી દેખી ઘણાં જુવાનીયાઓ નોકરી છોડી હોંગકોંગના બજારમાં સટ્ટો કરવા ગયા. ઘર ગીરવે મૂક્યા! સટ્ટો કર્યો! અમેરિકન ડોલરનું અવમૂલ્યન થતાં હોંગકોંગના બજારોમાં મંદી આવી! ઘણાં લોકો પાયમાલ થઈ ગયા! આ છે ચાઈનીઝ જયોતિષ!

જેઓ ૧૯૫૭, ૧૯૬૯, ૧૯૮૧, ૧૯૯૩, ૨૦૦૫, ૨૦૧૭માં જન્મ્યાં હોય તે કુકડા કહેવાય!

વિયેટનામ તથા જાપાનમાં આ લોકો માટે ખાસ માન છે. કુકડાના સ્વભાવવાળા સ્પષ્ટ વક્તા હોય છે. તેઓ જે વિચારે છે તે સારી રીતે બોલી જાણે છે. તેઓ સામાન્ય રીતે બીજાની પરવા કરતાં હોતાં નથી. તેઓ સ્વતંત્ર જીવન ગુજારે છે. તેઓ સામાજિક તેમજ રાજકારણના ક્ષેત્રે આગળ પડતાં તરી આવે છે. આ લોકો સાહસિક હોય છે. નિડર હોય છે. આ લોકો ઘણું વિચારે છે, સમજે છે, આચરે છે. આ લોકો તકને ઝડપી લે છે. આ લોહી સરકારી, અર્ધસરકારી નોકરીમાં સફળતા મેળવે છે. કોઈ વખત વધારે પડતા આશાવાદી અને બડાઈખોર બને છે. માટે નિષ્ફળતા ન મળે તે જોઈ સાવધ રહેવાની જરૂર છે.

આ લોકો માનસિક રીતે આળસુ હોય છે. પણ એક વખત કામ શરૂ કરે છે પછી તેની પાછળ સફળતા ન મળે ત્યાં સુધી કામ કરે છે. આબરૂ મેળવે છે. પૈસો મેળવતા તેમને વધારે મહેનત કરવી પડે છે. આર્થિક રીતે બહુ સુખી હોતા નથી. મહેનત કરે છે તો જ ધનલાભ મેળવે છે. આ લોકો ખેતીવાડીથી ફાયદો મેળવે. હોટલ, વીશીનો ધંધો, ટ્રાવેલિંગ એજન્ટ, પબ્લિક રીલેશન અધિકારી, ડેન્ટીસ્ટ, સર્જન, પોલીસ અધિકારી તરીકે ફાવે છે. આ લોકો સ્વભાવે ખર્ચાળ હોય છે. જે કમાય છે તે ખર્ચી જાણે છે. ભવિષ્ય માટે સંગ્રહ કરતાં હોતાં નથી. ઘડપણમાં દુઃખી થાય! તેમણે કરકસરથી જિંદગી જીવવી જોઈએ, બચત કરવી જોઈએ, સેવિંગ્સ ખાતું ચોક્કસ મુદતનું ખોલાવવું જોઈએ.

લગ્નજીવનમાં અસ્થિર હોઈ દુઃખી થાય છે. ઘણી સ્ત્રીઓના સંપર્કમાં આવે છે, પણ પોતાનું સુખી જીવન બનાવી શક્તા હોતા નથી. કુકડાને ભેંસની જોડે સારું બને છે.

બિલાડી જોડે ભાગીદારી કામની નહીં. લગ્ન પણ કામનું નહિ. એકબીજામાં વિશ્વાસ મૂકે નહિ. દુઃખી, આશા નિરાશા, લાભ-ગેરલાભ બને દેખાશે. ઊંચે ચડે, પડે પણ ખરા, સમજે તો ઘડપણ સારું જાય. પતિ-પત્ની બંને જો કુકડા હોય તો લગ્ન-જીવન સુખી ન હોય. વર્ષ ૧૯૭૪ની સાલ મુશ્કેલીઓથી ભરેલી છે. તેમને પોતાની ઈચ્છા વિરુદ્ધ કામ કરવું પડે. જીવનમાં કદાચ પરિવર્તન આવે. સંભાળીને, વિચારપૂર્વક કામ કરવું, તકો ઝડપવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન