આ રીતે બનાવશો તો ઘરે કુકરમાં પણ બનશે બહાર જેવી જ ટેસ્ટી કેક - Sandesh
NIFTY 10,565.50 +39.30  |  SENSEX 34,440.47 +108.79  |  USD 65.7475 +0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • આ રીતે બનાવશો તો ઘરે કુકરમાં પણ બનશે બહાર જેવી જ ટેસ્ટી કેક

આ રીતે બનાવશો તો ઘરે કુકરમાં પણ બનશે બહાર જેવી જ ટેસ્ટી કેક

 | 12:11 pm IST

સામગ્રી

મેંદો – 1 કપ
માખણ – 60 ગ્રામ
દળેલી ખાંડ – 100 ગ્રામ
કન્ડેન્સ્ડ મિલ્ક – 200 ગ્રામ
ચોકલેટ પાવડર – 50 ગ્રામ
કોફી પાવડર- 1 ચમચી
દૂધ- 200 ગ્રામ
બેકિંગ પાવડર- 1 ચમચી
મીઠું- 2 કપ

રીત

સૌ પ્રથમ કુકરમાં મીઠું પાથરી તેની ઉપર સ્ટીલનો કાંઠો મુકી કુકરને બંધ કરી ધીમા તાપે ગરમ કરવા મુકો. કુકરના ઢાંકણમાંથી સીટી કાઢી લેવી. હવે એક બાઉલમાં મેંદો, બેકિંગ પાવડર, ચોકલેટ પાવડર, કોફી પાવડરને એક સાથી ચાળી લો. અન્ય એક વાસણમાં માખણમાં ખાંડનો પાવડર ઉમેરી તેને સારી રીતે ફીણો. માખણ અને ખાંડ સફેદ રંગના અને ફ્લપી ન થઈ જાય ત્યાં સુધી તેને હલાવવું. ત્યાર પછી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરી ફરીથી 5 મિનિટ તેને હલાવો. ધ્યાન રાખવું કે માખણ ફીણતી વખતે તેને એક જ દિશામાં હલાવવું. જો આ પ્રક્રિયા યોગ્ય રીતે નહીં થાય તો કેક ફુલશે નહીં.

આ પ્રક્રિયા પૂર્ણ થાય એટલે ફીણેલા માખણમાં થોડો થોડો મેંદાનો લોટ ઉમેરવો, બધી જ સામગ્રી સારી રીતે મીક્ષ થાય પછી તેમાં દૂધ ઉમેરવું. કેકનું બેટર એકદમ રેડી થાય પછી તેને ગ્રીસ કરેલા કેકના ટીનમાં રેડી અને અગાઉથી ગરમ કરવા મુકેલા કુકરમાં 20થી 25 મિનિટ માટે બેક કરવા મુકવી. 25 મિનિટ પછી એકવાર તેને ચેક કરી લેવી અને પછી ઠંડી થાય એટલે કેકના ટીનમાંથી કાઢી ઉપયોગમાં લેવી. આ કેકને તમે ફ્રીઝમાં સ્ટોર કરીને રાખી શકો છો અને બાળકોને અલગ અલગ ફળ અને ચોકલેટ સોસ સાથે પીરસી શકો છો.