જો ઘરમાં લગાવશો આ પ્રકારની લાઇટ્સ, તો વિજ બિલ થઇ જશે અડધુ - Sandesh
  • Home
  • Lifestyle
  • જો ઘરમાં લગાવશો આ પ્રકારની લાઇટ્સ, તો વિજ બિલ થઇ જશે અડધુ

જો ઘરમાં લગાવશો આ પ્રકારની લાઇટ્સ, તો વિજ બિલ થઇ જશે અડધુ

 | 5:26 pm IST

શું તમને ખબર છે કે એક 100 વોલ્ટનો બલ્બ રૂમનું તાપમાન વધારી શકે છે અને તાપમાન વધારવાની સાથે આ બલ્બ ઇલેક્ટ્રિસિટી પણ વધુ કન્ઝ્યુમ કરે છે, જેની અસર સીધી ઇલેક્ટ્રિસિટીના બિલ પર થાય છે. જો કે આજે મોટા ભાગના લોકો સાદા બલ્બને બદલે સીએફએલ લાઇટ્સ જ લગાવવાનું પસંદ કરે છે. આ લાઇટ ઇલેક્ટ્રિસિટી ઓછી વાપરે છે તેમ જ રૂમના ટેમ્પરેચરને પણ વધારતું નથી. ત્યારે તમે પણ જાણી લો કેટલીક એવી લાઇટ્સ વિશે કે, જેનો ચાર્જ ઓછો થશે અને ઘરને પણ એકદમ અજવાળું આપશે.

સોલર લેમ્પ્સ
દિવસના સમયે જ્યારે તડકો વધારે હોય ત્યારે આ લાઇટ્સ ચાર્જ થશે અને રાત્રે ઘરને અજવાળશે. આનાથી ઇલેક્ટ્રિસિટીની પણ બચત થશે. આજ સુધી જો તમે એમ સમજ્યા હો કે સોલર લાઇટ્સ ફક્ત ઘરની બહાર લગાવવા માટે જ છે તો એક વાર ફરી વિચારો, કારણ કે આ લાઇટ્સ ઘરની અંદર લગાવવા માટે પણ એટલી જ ઉપયોગી છે. સોલર પેનલ્સને એવી જગ્યાએ લગાવવામાં આવે છે જ્યાં તડકો સૌથી વધુ પ્રમાણમાં આવતો હોય. એક વાર પૂરી ચાર્જ થયા પછી આ સિસ્ટમ એક સિંગલ બલ્બ દ્વારા સળંગ આઠ કલાક સુધી રોશની આપી શકે છે. આમ સોલર લાઇટ્સ એક વન-ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ છે.

એલઈડી
એલઈડી લાઇટ્સ ફક્ત દિવાળીના તોરણમાં જ નહીં પણ ઘરના રોજબરોજના વપરાશમાં પણ લઈ શકાય છે. જે પીળા બલ્બની સરખામણીમાં ખૂબ સારી સાબિત થશે. એલઈડીની આજે એનર્જી બચાવવામાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે તેમ જ ઇકો-ફ્રેન્ડ્લી પણ ગણવામાં આવે છે. માટે આજે એલઈડી લાઇટ્સનો વપરાશ સૌથી વધુ થઈ રહ્યો છે. એલઈડીથી ગરમી નથી થતી તેમ જ આ લાઇટ્સ લાંબો સમય સુધી ચાલે છે. એલઈડીથી હવામાં કાર્બન ડાયોક્સાઇડ પણ ઓછું ભળે છે અને માટે જ એલઈડી ઠંડક આપવાની સાથે એનર્જી સેવિંગનું કામ પણ કરે છે.

સીએફએલ
સીએફએલ ઘરમાં હીટ ઘટાડવાનો અને વીજળીના બિલમાં પણ ઘટાડો કરવાનો બેસ્ટ ઉપાય છે. જો ઘરમાં પણ વધુ લાઇટો લગાવવી પડે એવું ઇન્ટિરિયર હોય તો સીએફએલ બેસ્ટ ઓપ્શન રહેશે.

ફિક્સ્ચર પણ ઇકો-ફ્રેન્ડ્લી
તમે આવી એનર્જી સેવિંગ લાઇટ્સનો ઉપયોગ કરો ત્યારે એને લગાવવા માટેના ફિક્સ્ચર પણ ઇકો-ફ્રેન્ડ્લી પસંદ કરો. જેમ કે લાઇટની ફ્રેમ બામ્બુ, લાકડું, રીસાઇકલ કરેલા કાચ અને બીજા ઇકો-ફ્રેન્ડ્લી પ્રોડક્ટ્સની પસંદ કરી શકાય. આ રીતે કોમ્બિનેશન બનાવવાથી આખું ડેકોર ઇકો-ફ્રેન્ડ્લી બની રહેશે.