ઠંડીની સીઝનમાં ત્વચાનું આ રીતે કરો સૂર્યથી રક્ષણ - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • ઠંડીની સીઝનમાં ત્વચાનું આ રીતે કરો સૂર્યથી રક્ષણ

ઠંડીની સીઝનમાં ત્વચાનું આ રીતે કરો સૂર્યથી રક્ષણ

 | 12:20 am IST

મેકઓવરઃ શહેનાઝ હુસૈન

શિયાળાના વેકેશન દરમિયાન, ઠંડા દેશની મુસાફરી દરમિયાન સૂર્યનો તડકો સીધો ત્વચાને સ્પર્શ કરે છે, તેના કારણે ઠંડીમાં તો રાહત મળે છે. પણ સાથે સનબર્ન લાગી જાય છે, તેેને સન ટેનિંગ પણ કહી શકાય.

સૂર્યમાં વધુ સમય પસાર કરવો હોય તો સનસ્ક્રીન લગાવવાનું ચૂકશો નહીં. તડકામાં નીકળવાનું હોય તો સનસ્ક્રીન લોશન સારું રહેશે.

સૂર્યના સંપર્કમાં જતા ૨૦ મિનિટ પહેલાં લગાવો. જો તમે ૩૦ મિનિટથી વધારે તડકામાં રહેવાનો હોવ તો તમે ફરીથી સનસ્ક્રીન લગાવો, તેનો અર્થ તે નથી કે તમારે સનસ્ક્રીન સાથે રાખવું પડશે.

તડકો, પવન અથવા ઠંડીના સંપર્કમાં ખરેખર ત્વચા ડ્રાય થઇ જાય છે, અને ત્વચામાં બળતરા થાય છે. ત્વચા સંવેદનશીલતા પેદા કરે છે. તેથી ક્રીમ, લીપબામ અને પૌષ્ટિક ક્રીમ મહત્ત્વની છે.

હાથ અને હોઠ પણ ડ્રાય થવાના કારણે બળે છે. તો તેના માટે હેન્ડ ક્રીમ અને લીપબામનો ઉપયોગ કરો. ક્રીમને હાથ પગ પર મસાજ કરતા હોય તે રીતે હળવા હાથે લગાવો.

ક્રીમ લગાવેલી હોય તો તો ગુલાબજળ અને કોટનની મદદથી ત્વચાની સફાઇ કરો. રાત્રે સૂતાં પહેલાં આ રીતે ત્વચા પરથી ક્રીમ લોશનને દૂર કર્યા બાદ તેની પર મોઇૃરાઇઝર લગાવો. અને થોડી વાર ત્વચા પર આ લોશન લગાવીને થોડીવાર સુધી માલિશ કરો.

સૂતાં પહેલાં કોટનથી પણ તમે ક્રીમ સાફ કરીને મોઇૃરાઇઝર લગાવી શકો છો, જેનાથી ત્વચા નરમ રહેશે.

જો તમારે અતિશય તડકામાં રહેવાનું થતું હોય તો ત્વચા પર તરત જ સન બર્ન લાગી જતું હશે. તો લાગેલા સનબર્નને દૂર કરવા કોટનનો ઉપયોગ કરીને ઠંડા દૂધને બર્ન થયેલી ત્વચા પર લગાવો. તે સનબર્ન એટલે કે ત્વચા પર થયેલા ટેનિંગને દૂર કરવામાં મદદ કરશે. તમારા વાળને સૂર્યના વધુ પડતા એક્સપોઝર, તેમજ પવન અને ધૂળમાંથી રક્ષણ કરવા માટે સ્કાર્ફ અથવા ટોપ લેવાનું યાદ રાખો.

પિક-મી-અપ ફેસ માસ્ક તમારી ત્વચાને સ્વચ્છ અને માસ્ક લગાવીને ચહેરો રહેવા દો. તે થાક દૂર કરવા અને ત્વચાને પ્રેરણાદાયક રીતે દૂર કરે છે. તમારી પાસે ઘટકોને ભેળવવાનો સમય નથી, તેથી ચામડીમાં તડકાનો સ્પર્શ કરવાથી લગાવેલા માસ્કને છાલ સાથે ખેંચીને કાઢી લો. (છાલ માસ્ક એટલે નારંગીનું માસ્ક બજારમાં મળે છે જે ત્વચા પરથી ટેનિંગ દૂર કરે છે, તમારે તે ઉપયોગ ન કરવો હોય તો તમે નારંગીના છાલના પાઉડરને પણ ભીનો કરીને મધમાં મિક્સ કરીને લગાવી શકો છો) માસ્ક ચહેરા પરથી દૂર કરશો, ત્યાર બાદ ચહેરો સ્વચ્છ અને કોમળ દેખાશે.

તમે હવાઇ મારફતે સફર કરો છો કે કરી રહ્યાં હોય તો તમારે તમારા શરીરના પાણીનું સંતુલન જાળવવા ફ્લાઇટ્સ દરમિયાન પાણીનું સેવન વધારે માત્રામાં કરવું. તે ત્વચાને હાઇડ્રેટેડ રાખવામાં પણ મદદ કરે છે. તમે ફળોના રસ પણ પી શકો છો. પરંતુ વાયુયુક્ત પીણાંઓ ટાળી શકો છો. ફ્લાઇટ દરમિયાન દારૂ અને કોફીનું સેવન ન કરશો, કારણ કે આ પીણાં નિર્જલીકરણનું કારણ બની શકે છે. તમે મોઇૃરાઇઝરને ખાસ સાથે રાખો અને તેનો ઉપયોગ ખાસ કરો, મોઇૃરાઇઝર તમારી ત્વચાને ડ્રાય નહીં થવા દે.