religion and nature means Uttarakhand of Coordination
  • Home
  • Featured
  • ધર્મ અને પ્રકૃતિનો સમન્વય એટલે ઉત્તરાખંડ

ધર્મ અને પ્રકૃતિનો સમન્વય એટલે ઉત્તરાખંડ

 | 2:25 am IST

ઉત્તરાખંડ એટલે ધર્મ- કલા- સંસ્કૃતિ- પ્રકૃતિ- શિલ્પ- સ્થાપત્યનો અણમોલ વારસો, આવો સફર કરીએ ઉત્તરાખંડની.

હરિદ્વાર

હરિદ્વાર એટલે ‘ગેટ વે ઓફ ગોડ ! ગંગા દ્વાર- મોક્ષ દ્વાર- માયાપુરીના નામે જાણીતા આ સ્થળે દર બાર વર્ષે કુંભમેળો અને દર છ વર્ષે અર્ધકુંભ મેળો ભરાય છે.

શું જોશો ?

હર કી પૈડી, ચંડીદેવી ટેમ્પલ, મનસા દેવી ટેમ્પલ, દક્ષ મહાદેવ ટેમ્પલ, સપ્ત ઋષિ આશ્રમ, પીરાન કલિયાર, શાંતિકુંજ, જયરામ આશ્રમ, ભૂમાનિકેતન, ભારત માતા મંદિર, વૈષ્ણવ દેવી ટેમ્પલ, રાધા-કૃષ્ણ ટેમ્પલ, શ્રવણનાથ મઠ, પાવનધામ, દૂધાદરી ટેમ્પલ, બિલકેશ્વર મહાદેવ, શાહી ગુરુદ્વારા, પ્રેમનગર આશ્રમ, મા આનંદમયી આશ્રમ

કેવી રીતે જશો ?

નજીકનું એરપોર્ટ જોલીગ્રાંટ (૩૬ કિ.મી.) દેશના મુખ્ય સ્થળોએથી રેલ-સડક માર્ગે જોડાયેલું છે.

ઋષિકેશ

ગંગા અને ચંદ્રભાગાના સંગમ પર આવેલું ઋષિકેશ આધ્યાત્મિક કેન્દ્ર સ્થાન છે.

શું જોશો ?- લક્ષ્મણ ઝૂલા, રામ ઝૂલા, રઘુનાથ ટેમ્પલ, પુષ્કર ટેમ્પલ, વેંકટેશ્વર ટેમ્પલ, ચંદ્રમૌલેશ્વરન ટેમ્પલ, શત્રુઘ્ન ટેમ્પલ, ભારત મંદિર, લક્ષ્મણ ટેમ્પલ, શિવાનંદ આશ્રમ, મહેશ યોગી આશ્રમ, સ્વર્ગ આશ્રમ, ગીતા ભવન, વેદનિકેતન, પરમાર્થ નિકેતન, રાજાજી નેશનલ પાર્ક, નીલકંઠ મહાદેવ.

કેવી રીતે જશો ?

નજીકનું એરપોર્ટ જોલીગ્રાંટ (૨૧ કિ.મી.) દેશનાં મુખ્ય શહેરો સાથે રેલ-સડક માર્ગે જોડાયેલું છે.

દહેરાદૂન

‘દહેરા’ અર્થાત્ જમીન પરનો તંબુ અને આરાધના સ્થાન તરીકે ભીષ્મ પિતામહે અત્રે સ્થાપેલ આશ્રમ ‘દૂન’ એટલે ‘દહેરાદૂન’ !

શું જોશો ? : તપકેશ્વર ટેમ્પલ, લક્ષ્મણ સિદ્ધ ટેમ્પલ, સંતલાદેવી ટેમ્પલ, માલસી ડિયર પાર્ક, રોબર્ટ્સ કેવ મિંડ રોલિંગ મોનેસ્ટ્રી, ગુરુરામ રાય દરબાર, કલોક ટાવર

કેવી રીતે જશો ? : નજીકનું એરપોર્ટ જોલીગ્રાન્ટ (૨૫ કિ.મી. દહેરાદૂનથી). ભારતના મુખ્ય શહેરો સાથે રેલ-સડક માર્ગે જોડાયેલું છે.

મસૂરી

૨,૦૦૦ મીટર્સ (૬,૦૦૦ ફિટ)ની ઊંચાઇ પર આવેલું આ હિલ સ્ટેશન હિલ રિસોર્ટ અને હનીમૂન સ્પોટ છે. અહીંયાથી હિમાલયન સ્નોનો વંડરફૂલ નજારો માણી શકો છો.

શું જોશો ? : ભટ્ટા ફોલ્સ, ઝારી પંતી ફોલ્સ, ક્લાઉડ’સ એન્ડ, કેમલ્સ બેકરોડ, લાલ તિબ્બા, ગન હિલ, ધ મોલ રોડ, લેઇક મિસ્ટ, કેમ્પટી ફોલ્સ, ધનૌલ્ટી, લા.બ. શાસ્ત્રી નેશનલ એકેડમી.

કેવી રીતે જશો ? : નજીકનું એરપોર્ટ જોલીગ્રાંટ (૬૦ કિ.મી. મસૂરીથી) – દહેરાદૂન નજીકનું રેલવે સ્ટેશન

મુખ્ય શહેરો સાથે સડક માર્ગે જોડાયેલું છે.

ચંબા

૧,૬૭૬ મીટર્સની ઊંચાઇ પર આવેલું ચંબા તેહરી ગઢવાલનું હૃદય ગણાય છે. ભગીરથી નદી કાંઠે વસેલો લીલોતરીથી ભરપુર આ પ્રદેશ છે.

શું જોશો : થલાય, સાગર, જોન્લી, ન્યૂ તેહરી, નરેન્દ્ર નગર, સુરખંડા દેવી ટેમ્પલ.

કેવી રીતે જશો ? : નજીકનું એરપોર્ટ જોલી ગ્રાન્ટ (૨૦ કિ.મી.)- ઋષિકેશથી અને મસૂરીથી (૫૮ કિ.મી.), રેલ માર્ગે ઋષિકેશ (૬૦ કિ.મી.) મુખ્ય શહેરોથી સડકમાર્ગે જોડાયેલું છે.

નૈનિતાલ

સાગર સપાટીથી ૨,૦૮૪ મીટર્સની ઊંચાઇ પર આવેલું નૈનિતાલ એ ઇન્ડિયાનું ‘લેઇક ડિસ્ટ્રિક્ટ’ગણાય છે. સાત- સાત પહાડીઓથી ઘેરાયેલું નૈનિતાલ અદ્ભુત ભાસે છે.

શું જોશો? : નૈનિતાલ લેઇક (યાચટિંગ, બોટિંગ, પેડલિંગ), નૈનાદેવી ટેમ્પલ, સ્નો વ્યૂ, ચાઇના પીક, ટિફિન ટોપ, હનુમાન ગઢી.

કેવી રીતે જશો ? : નજીકનું રેલ સ્ટેશન કથ ગોદામ (૪૧ કિ.મી. ), મુખ્ય શહેરો સાથે સડક માર્ગે જોડાયેલું છે.

રાનીખેત

રાની ખેતનો અર્થ થાય છે ‘ક્વિન્સ લેન્ડ’ આ હિલ સ્ટેશન પર બારેયમાસ નેચરલ બ્યુટીને માણવા માટે સહેલાણીઓ ઊમટી પડે છે.

શું જોશો ? : ચૌબતીયા ગાર્ડન, ગોલ્ફ કોર્સ, તારિકહેર, મનકામેશ્વર, મજખલી, સયાલી ખેત, હૈદાખાન ટેમ્પલ, ઝૂલા દેવી ટેમ્પલ, ભાલુ ડેમ, કેઆરસી મ્યુઝિયમ.

કેવી રીતે જશો ? : કથ ગોદામ (૭૮ કિ.મી.) એ નજીકનું એરપોર્ટ છે. ઉત્તરાખંડ અને નોર્ધન ઇન્ડિયાના મુખ્ય શહેરો સાથે સડક માર્ગે જોડાયેલું છે.

અલમોડા

ઉત્તરાખંડનું જાણીતું હિલ સ્ટેશન એટલે અલમોડા. અહીંથી હિમાલયના હિમાચ્છાદિત શિખરોનું રમણીય દર્શન થાય છે. એક દંતકથા અનુસાર અલમોડા વિષ્ણુ ભગવાનનું નિવાસસ્થાન હતું.

શું જોશો : કસારદેવી, કાટરમલ, સૂઝ મંદિર, ડિયર પાર્ક, ચિતાઇ ટેમ્પલ, ચંદ્રેશ્વર પબ્લિક મ્યુઝિયમ, નંદાદેવી ટેમ્પલ.

કેવી રીતે જશો ? : નજીકનું એરપોર્ટ પંતનગર (૧૨૭ કિ.મી.), રેલ સ્ટેશન કાઠ ગોદામ (૯૦ કિ.મી.), મુખ્ય શહેરો સાથે સડક માર્ગે જોડાયેલું છે.

કૌસાની

નેચરલ વોક, જંગલ ટ્રેક અને બ્રર્ડ વોચિંગ માટે જાણીતું કૌસાની સ્વપ્નપ્રદેશ સમું લાગે છે.

શું જોશો ? : અનાસક્તિ આશ્રમ, રુદ્રાધારી વોટરફોલ, શિવ ટેમ્પલ, આદિ કૈલાસ, કૌસાની ટી એસ્ટેટ, લક્ષ્મી આશ્રમ, સરલા આશ્રમ, સુમિત્રાનંદન પંત ગેલેરી.

કેવી રીતે જશો : ઉત્તર ભારતના મુખ્ય શહેરો સાથે સડક માર્ગે અને કાઠગોદામ (૧૩૨ કિ.મી.) રેલ માર્ગ સાથે જોડાયેલું છે.

કોર્બેટ નેશનલ પાર્ક

૫૨૧ ચો.કિ.મી. માં વિસ્તરેલો આ પાર્ક બંગાળ ટાઇગર માટે પ્રોટેકટેડ વિસ્તાર છે.

શું જોશો? : વાઇલ્ડ લાઇફ (અલભ્ય પશુ-પક્ષી અને પ્રાણીઓ), સફારી ઝોન, ઝીરણા, બીજ રાની, ધિકાલા, કોર્બેટ જંગલ મ્યુઝિયમ, સીતાબાની ફોરેસ્ટ રિઝર્વ, ગર્જીયા ટેમ્પલ.

કેવી રીતે જશો ? : નજીકનું રેલ સ્ટેશન રામનગર (૯ કિ.મી.) ઉત્તર ભારતના મુખ્ય શહેરો સાથે સડક માર્ગે સંકળાયેલું છે.

ઔલી

ઔલીએ ઉત્તરાખંડનું જાણીતું સ્કીઇંગ ડેસ્ટિનેશન છે. સમુદ્રીતળથી ૩,૦૫૦ મીટરની ઊંચાઇ પર આવેલું ઔલી ૨,૫૧૯ મીટર્સમાં ફેલાયેલું છે. એડવેંચર લવર્સ માટે જાણીતું છે.

શું જોશો ?

આર્ટિફિશિયલ લેઇક, ઔલી રોપ વે (ચેર લિફ્ટ અને સ્કી લિફ્ટ), ગુરસો બગ્યાલ, ચત્રકૂંડ, કવાની, બગ્યાલ, ચેનાબ લેઇક.

મોનસૂન સિવાય વર્ષ દરમિયાન ઇચ્છો ત્યારે જઇ શકો છો. ડિસેમ્બરથી માર્ચનો સમયગાળો ઉત્તમ છે.

કેવી રીતે જશો ? નજીકનું એરપોર્ટ જોલીગ્રાન્ટ (૨૮૬ કિ.મી.), ઋષિકેશ સાથે રેલ માર્ગે ને ઉત્તરાખંડના મુખ્ય શહેરો સાથે સડક માર્ગે જોડાયેલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન