આ મુસાફરને મોતના મુખમાંથી બચાવી લીધી મહિલા કોન્સ્ટેબલે, વીડિયો જોઈને સલામી આપશો!
લોકો હાલમાં એક જાગૃત મહિલા કોન્સ્ટેબલને અસલી હીરો ગણાવી રહ્યા છે. આ મહિલાએ એક મુસાફરને મોતના મુખમાંથી બચાવી હતી અને જેનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. જો આ મહિલા કોન્સ્ટેબલ ન હોત તો આજે કદાચ એ પેસેન્જર મહિલા પણ ન બચી હોત. હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો કોન્સ્ટેબલના વખાણ કરી રહ્યા છે. વીડિયો શેર કર્યા પછીથી લોકો કોન્સ્ટેબલની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા ચાલતી ટ્રેનમાં સામાન રાખે છે અને ચઢવાનો પ્રયાસ કરે છે. પછી તેનો પગ લપસી જાય છે અને તે ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે અટવાઇ જાય છે. ત્યારે જ ત્યાંના મહિલા કોન્સ્ટેબલ તેને પકડે છે અને તેનો હાથ ખેંચી લે છે અને તેનો જીવ બચાવી લે છે. આ પોલીસ કોન્સ્ટેબલનું નામ વિનિતા કુમારી છે. તો જુઓ અહીં આ સરસ વીડિયો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન