NIFTY 9,386.15 -52.10  |  SENSEX 30,365.25 +-205.72  |  USD 64.8725 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • લો બોલો!, ભાવી શિક્ષકો પરીક્ષામાં ચોરી કરતાં ઝડપાયાં

લો બોલો!, ભાવી શિક્ષકો પરીક્ષામાં ચોરી કરતાં ઝડપાયાં

 | 9:36 am IST

સૌરાષ્ટ્ર યુનિર્વિસટી પરીક્ષાના ચોથા તબક્કાનો પ્રારંભ થયો અને આજે પ્રથમ દિવસે જ સાત કોપીકેસ થયા છે અને તેમાંથી પાંચ તો ભાવી શિક્ષકો યાને કે બી.એડ.ના છાત્રો છે.

યુનિર્વિસટીની ટીમો આજે છ કેન્દ્રો ઉપર ચકાસણી કરવા દોડાવાઈ હતી જેમાંથી જુનાગઢમાં બી.એડ. સેમેસ્ટર ૨માં બે કોપીકેસ તેમજ મોરબીમાં બી.એડ. સેમેસ્ટર ૨માં ૩ કોપીકેસ નોંધાયા હતા. આ પાંચે બી.એડ.ના છાત્રો ભવિષ્યના શિક્ષકો છે.જો ખૂદ શિક્ષક બનવા અભ્યાસ કરી રહેલા છાત્રો જ પરીક્ષા ગેરરીતી આચરતા પકડાયા છે તો ભવિષ્યમાં તેઓ શિક્ષક બનશે ત્યારે છાત્રોને ગેરરીતી અટકાવવાની નૈતિક ફરજ બજાવી શકશે ખરાં ?. બી.એડ.માં ગેરરીતી આચરનારાઓ માટે કડક સજાની જોગવાઈ થવી જોઈએ કારણ કે આ પરીક્ષાર્થી ભવિષ્યના શિક્ષકો બનવાના છે.

1