બોર્ડની પરીક્ષામાં ખુલ્લેઆમ ચોરી! વિશ્વાસ નહીં થાય તેવી જગ્યાએ હોય છે કાપલી - Sandesh
  • Home
  • Ahmedabad
  • બોર્ડની પરીક્ષામાં ખુલ્લેઆમ ચોરી! વિશ્વાસ નહીં થાય તેવી જગ્યાએ હોય છે કાપલી

બોર્ડની પરીક્ષામાં ખુલ્લેઆમ ચોરી! વિશ્વાસ નહીં થાય તેવી જગ્યાએ હોય છે કાપલી

 | 8:48 am IST

શિક્ષણ બોર્ડની પરીક્ષામાં રાજકોટના દેરડી, અરવલ્લીના આકરૂન્દ અને સુરેન્દ્રનગરના પાટડી તેમજ માંડલમાં ખુલ્લેઆમ ચોરી કરાવાતી હોવાની વિગતો સામે આવી છે. રાજકોટ અને આકરૂન્દમાં સ્પેશિયલ સ્ક્વોડની બે-બે ટીમો મોકલમાં આવી હતી. જેને લઈ કેન્દ્રના સંચાલકો ફફડી ઊઠયા હતા અને ચોરીઓ ન થતી હોવાનું રટણ કરવામાં આવ્યું હતું.

હવે સુરેન્દ્રનગરના પાટડી અને માંડલના પરીક્ષા કેન્દ્રોમાં પણ ખુલ્લેઆમ ગેરરીતિ થઈ રહી છે. જે હકિકતે પરીક્ષા કેન્દ્રોના કેમ્પસ તેમજ શૌચાલયોમાં કાપલીઓ નજરે પડી હતી. રાજકોટ અને અરવલ્લીના આકરૂન્દ પરીક્ષા કેન્દ્રમાં ચોરી થતી હોવાની શિક્ષણ બોર્ડને ફરિયાદ મળી હતી.

બુધવારના રોજ આકરૂન્દ કેન્દ્ર ઉપર વિજીલન્સની ટીમ નં-ર૯ અને ટીમ નં-૩૪ મોકલવામાં આવી હતી. આકરૂન્દ્ર કેન્દ્રમાં ખુલ્લેઆમ ચોરી કરાવવામાં આવતી હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. જેમાં કેન્દ્રના સંચાલકોની મિલીભગત જવાબદાર હોવાનું જણાઈ રહ્યું છે. સુરેન્દ્રનગરના પાટડી અને માંડલમાં પણ વિદ્યાર્થીઓને ચોરી કરવા મોકળુ મેદાન અપાઈ રહ્યું છે. બંને સ્થળોએ પરીક્ષા કેન્દ્રોના કેમ્પસમાં કાપલીઓ નજરે પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન