પ્રોફેસરે ટૂંકા ડ્રેસ બદલ ટોકતા વિદ્યાર્થિનીએ કપડા જ ઉતારી નાખ્યાં - Sandesh
NIFTY 10,513.85 +83.50  |  SENSEX 34,663.11 +318.20  |  USD 68.3425 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • પ્રોફેસરે ટૂંકા ડ્રેસ બદલ ટોકતા વિદ્યાર્થિનીએ કપડા જ ઉતારી નાખ્યાં

પ્રોફેસરે ટૂંકા ડ્રેસ બદલ ટોકતા વિદ્યાર્થિનીએ કપડા જ ઉતારી નાખ્યાં

 | 7:18 pm IST

ભારતીય કોલેજમાં વિદ્યાર્થિનીઓના કપડાઓને લઈને અવારનવાર વિવાદ સર્જાતો રહે છે. પરંતુ ફોર્વર્ડ ગણાતા અને મુક્ત વિચારધારા ધરાવતા અમેરિકાની એક કોલેજમાં એક વિદ્યાર્થિની સાથે પણ કંઈક આવું જ ઘટ્યું છે.

ન્યૂયોર્કની કાર્નેલ યૂનિવર્સિટીની લેટિટિયા ચાય નામની એક વિદ્યાર્થિને તેના પ્રોફેસરે ટૂંકા ડ્રેસને લઈને ટોકતા વિદ્યાર્થિએ કપડા જ ઉતારી દીધાં.

લેટિટિયા ચાય કોલેજમાં એક ટ્રાયલ પ્રેઝંટેશન આપી રહી હતી, તે દરમિયાન જ તેની પ્રોફેસર રેબેકા મેગ્ગોરે તેની સ્કર્ટ નાની હોવા બદલ તેને ટોકી. આ વાતે લેટિટિયા ચાયને ભારે માઠું લાગ્યું અને તેને વિરોધ કરવાનું મન બનાવી લીધું.

ત્યાર બાદ જ્યારે શનિવારે જ્યારે ફાઈનલ પ્રેઝંટેશન આપવા લેટિટિયા ચાય આઈવી લીગ કોલેજ આવી તો તેણે કંઈક એવા પ્રકારનો વિરોધ કર્યો કે તે આખી દૂનિયા માટે અક નિશાલ બની ગઈ. તેનો આ વિરોધ ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે.

વિરોધના ભાગરૂપે લેટિટિયા ચાયે એક એક કરીને તેના તમામ કપડા ઉતારી દીધા. તે માત્ર અંડરવેર પહેરીને પ્રેઝંટેશન આપવા ઉભી થઈ. ચાયના કેટલાક અન્ય સાથી વિદ્યાર્થીઓએ પણ તેનો સાથ આપ્યો. જોકે કેટલાક વિદ્યાર્થીઓનું કહેવું છે કે, પ્રોફેસર માત્ર પેઝંટેશન દરમિયાન જ પ્રોફેશનલ રહેવા કહી રહ્યાં હતાં. પ્રોફેસરે પણ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, તે વિદ્યાર્થિનીઓના ડ્રેસ પર પ્રતિબંધ નથી ઈચ્છતા, પરંતુ તેમને કપડા પહેરવાની આઝદી આપે છે.

ચાયે આ પ્રદર્શન પહેલા પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, તે બ્લૂ જીંસવાળી સ્કર્ટ પહેરીને પ્રેઝંટેશન આપી રહી હતી, તે દરમિયાન તેને પ્રોફેસરે ટોકી હતી. ચાયે જનાવ્યું હતું કે, તેની પ્રોફેસરે કહ્યું હતું કે, આ પ્રકારના નાના ડ્રેસ પહેરીને પ્રેઝંટેશન આપતી વખતે પુરૂષોની નજર તમારા શરીર પર રહેશે, ન કે પ્રેઝંટેશન પર. ચાયે ઉમેર્યું હતું કે, બહાર આવીને તેની પ્રોફેસરે એમ પણ કહ્યું હતું કે, તેની માતા આ ડ્રેસમાં શું વિચારશે? જવાબ આપતા ચાયે પ્રોફેસરને કહ્યું હતું કે, તેની માં એક ફેમિનિસ્ટ છે અને તેમને આ પ્રકારના ડ્રેસથી કોઈ જ ફરિયાદ નથી.