Corona blast in Ahmedabad, Diwali fun now expensive, record break 354 cases registered today
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં કોરોના વિસ્ફોટ, દિવાળીની મજા હવે મોંઘી પડી, આજે રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા

અમદાવાદમાં કોરોના વિસ્ફોટ, દિવાળીની મજા હવે મોંઘી પડી, આજે રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા

 | 9:20 pm IST
  • Share

આજે ગુજરાતમાં કોરોનાનો બોમ્બ ફાટ્યો છે. ત્યાં જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં તો કોરોના મહામારી ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હવે ગુજરાતી પ્રજાને કોરોના મહામારીનો અસલ ચહેરો જોવા મળી રહ્યો છે. રાજ્યના ત્રણ શહેરોમાં રાત્રી કરફ્યૂ લાદી દેવામાં આવ્યું છે. આ સાથે જ અમદાવાદમાં 57 કલાકનું કરફ્યૂ ચાલી રહ્યું છે. ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં 1515 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 1515 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 1,95,917એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 9 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3846એ પહોંચ્યો છે. જ્યારે 1271 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે.

અહિં ક્યાંક ને ક્યાંક AMCએ દિવાળીના તહેવારોમાં બજારોમાં લોકોને ખરીદી કરવા માટે ભીડ ભેગી થઇ ત્યાં સુધી આપેલી છૂટછાટો હવે મોંઘી પડી રહી છે. આજે તો અમદાવાદમાં એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 354 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાની સારવાર દરમિયાન 5 દર્દીને કોરોના ભરખી ગયો છે. ત્યાં જ અમદાવાદ જિલ્લામાં 19 કોરોના કેસ નોંધાયા છે. આથી નિષ્ણાંતો અનુસાર એવું પણ કહેવામા આવી રહ્યું છે કે, અમદાવાદમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ સર્જાઈ ચૂકી છે.

અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 44,467 થઈ ગઈ છે. કોરોના અત્યાર સુધીમાં 2010 લોકોને ભરખી ગયો છે. જોકે અત્યાર સુધીમાં 39,129 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

મહાવિનાશક વાયરસ કોરોનાનુ સંક્રમણ ચરોતરમા દિન-પ્રતિદીન વધી રહ્યુ છે. દિવાળીના તહેવાર દરમ્યાન લોકોએ સોશ્યલ ડિસ્ટન્સીંગની જાળવણી, માસ્ક ધારણ કરવા સહિતની તકેદારી ન રાખતા કેસોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. દિવાળીના તહેવારમાં લોકો બહાર નીકળ્યા માસ્ક પહેરવા કે સોશિયલ ડિસ્ટન્સિંગ કે સેનેટાઇઝેશનનુ ધ્યાન ન રાખ્યુ તે કોરોના વાયરસ ફેલાવા માટેનુ મલ્ટીપલ કારણ છે.

આ વીડિયો પણ જુઓ : કોરોના સંક્રમણ વચ્ચે પાટણમાં ભારે ભીડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન