Corona can Now be Eradicated from the World Quickly
  • Home
  • Corona live
  • કોરોના માત્ર ગણતરીના દિવસોનો જ મહેમાન! આ તારીખે આવશે અંત, થયો મહત્વનો ખુલાસો

કોરોના માત્ર ગણતરીના દિવસોનો જ મહેમાન! આ તારીખે આવશે અંત, થયો મહત્વનો ખુલાસો

 | 7:29 pm IST

કોરોના વાયરસે દુનિયા આખીને પોતાના ભરડામાં લીધી છે. આ ભયાનક મહામારીનો ક્યારે અંત આવશે તેને લઈને દુનિયા આખી ભારે આતુરતાથી રાહ જોઈ રહી છે. કોરોનાએ અત્યાર સુધીમાં 2 લાખથી પણ વધારે લોકોના મોત આંકડો 2 લાખને વટાવી ગયો છે, જ્યારે 45 લાખ કરતા પણ વધારે લોકોને કોરોના વાયરસનું સંક્રમણ લાગી ચુક્યું છે. પરંતુ સિંગાપોરની એક યુનિવર્સિટીએ એક મોટી રાહત બંધાવી છે.

વિશ્વ આરોગ સંસ્થાએ જાહેર કર્યું હતું કે 4 વર્ષ સુધી કોરોના સાથે જીવતા શિખવું પડશે અને તેના જંતું માનવ જીવન સાથે જોડાઈને રહેશે. હવે સિંગાપોર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીએ અનુમાન લગાવ્યું છે કે બ્રિટનમાં કોરોના વાયરસ 30 સપ્ટેમ્બરમાં અને અમેરિકા નવેમ્બર સુધીમાં સમાપ્ત થઈ શકે છે.

લોકોને એ વાતની ચિંતા સતાવી રહી છે કે, તેઓ ક્યારે આવી પરિસ્થિતિમાંથી બહાર આવશે. વૈજ્ઞાનિકોએ અંદાજ લગાવ્યો છે કે વિશ્વના કેટલાક દેશોમાં કોરોના વાયરસ કેટલો સમય જીવંત રહેશે. જોકે સિંગાપોરની યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીની ઇનોવેશન લેબ અનુસાર અનુસાર, ચેપ અમેરિકામાં 11 નવેમ્બર સુધી હશે. ઇટાલીમાં તે 12 ઓગસ્ટે સમાપ્ત થશે. તે જ સમયે, સિંગાપોર 19 જુલાઈના રોજ કોરોના વાયરસથી છૂટકારો મેળવશે. આ બધી તારીખની ગણતરી હાલની પરિસ્થિતિઓ, ચેપ દર અને મૃત્યુના ડેટાના આધારે કરવામાં આવી છે.

આ અનુમાન એટલે પણ મહત્વનું છે કારણ કે થોડા દિવસો પહેલા, નિષ્ણાતોએ દાવો કર્યો હતો કે યુકેમાં જૂન સુધીમાં, કોરોનાથી થતા મૃત્યુ સમાપ્ત થઈ જશે. એસયુટીએ આ અનુમાન સાથે ચેતવણી પણ જારી કરી છે. આ મુજબ, ‘મોડેલો અને ડેટા એકદમ જટિલ છે અને જુદા જુદા દેશોની સ્થિતિને આધારે પણ બદલાતા રહે છે.

સ્પષ્ટપણે અનુમાન લગાવવું મુશ્કેલ છે પરંતુ એવું પણ કહેવામાં આવ્યું છે કે, પ્રથમ તારીખને છેલ્લી તારીખને ધ્યાનમાં રાખીને અતિશયોક્તિ ન કરવી જોઈએ. એવું ન થવું જોઈએ કે લોકોની તીવ્રતા ઓછી થાય અને તેઓ વાયરસને નિયંત્રણમાં રાખવા માટે જરૂરી પગલાં લેવાનું બંધ કરે.થોડા દિવસો પહેલા બ્રિટિશ અધિકારી આલોક શર્માએ કહ્યું હતું કે સંભવ છે કે યુકે ક્યારેય કોવિડ -19 ની રસી શોધી શકે નહીં. અથાગ પ્રયત્નો છતાં વાયરસની રસી ન મેળવી શકીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન