More Than 100% Raised Corona Cases In 100 Districts In The Country
  • Home
  • Corona live
  • કોરાનાની ખૌફનાક ગતિએ 7 જ દિવસમાં બોલાવ્યો સપાટો, 100થી વધારે જિલ્લામાં 100% વધ્યા કેસ

કોરાનાની ખૌફનાક ગતિએ 7 જ દિવસમાં બોલાવ્યો સપાટો, 100થી વધારે જિલ્લામાં 100% વધ્યા કેસ

 | 5:48 pm IST

ભારતનાં લગભગ 16 ટકા જિલ્લામાં 7 દિવસની અંદર કોરોના વાયરસનાં કેસ 100 ટકાથી વધારે વધી ગયા છે. આમાં લગભગ અડધા જિલ્લા ગ્રીન ઝોનમાં છે. 717 જિલ્લાનાં 20 મે સુધીનાં આંકડાનું એક ખાનગી ચેનલનાં ઇન્ટેલિજન્સ યૂનિટે વિશ્લેષણ કર્યું, જેમાં એ વાત સામે આવી છે. નિષ્ણાતો અને સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે આ ઉછાળો મુંબઈ અને દિલ્હી જેવા શહેરોથી પોતાના ઘરે પરત આવેલા પ્રવાસી મજૂરોનાં કારણે આવ્યો છે.

ડુંગરપૂર જિલ્લામાં કોવિડ-19નાં કેસમાં 1,500 ટકાથી પણ વધુ વૃદ્ધિ 

રાજસ્થાનનાં ડુંગરપૂર જિલ્લાનાં આંકડાઓથી ખબર પડે છે કે અહીં કોવિડ-19નાં કેસમાં 1,500 ટકાથી પણ વધુ વૃદ્ધિ નોંધાઈ છે. આ જ પ્રકારે બિહારનાં જમુઈ જિલ્લામાં 1,300 ટકાનો વધારો જોવા મળ્યો. ત્યારબાદ ઉત્તર પ્રેદશમાં બલિયા અને આંબેડકર નગર જિલ્લામાં 7 દિવસમાં 1,100 ટકાનો વધારો નોંધાયો. આ જ પ્રકારે પશ્ચિમ બંગાળનાં ઉત્તર દિનાજપુર જિલ્લામાં 900 ટકા અને ઓરિસ્સાનાં કટક જિલ્લામાં 750ની વૃદ્ધિ નોંધાઈ.

7 દિવસમાં બિહારનાં જમુઈમાં 14 અને સુપૌલમાં 26 કેસ સામે આવ્યા

જો કે વાસ્તવિક સંખ્યા જોઇએ તો કેસોની સંખ્યા વધારે નથી, પરંતુ આ ઉભરતા ક્લસ્ટર્સમાં કોરોના વાયરસનાં વૃદ્ધિ દરે સ્થાનિક અધિકારીઓ માટે એક નવો પડકાર પેદા કર્યો છે. ઉદાહરણ તરીકે 7 દિવસમાં બિહારનાં જમુઈમાં 14 અને સુપૌલમાં 26 કેસ સામે આવ્યા છે, પરંતુ જો આ સંખ્યાને ટકામાં જોવામાં આવે તો આ વૃદ્ધિદર 100 ટકાથી વધારે છે. કુલ 112 હાઈ રિસ્કવાળા જિલ્લાઓમાંથી એક ચતુર્થાંશ ઉત્તર પ્રદેશ (17)માં છે. ત્યારબાદ મધ્ય પ્રદેશ (1), ઑરિસ્સા (10) અને બિહાર (9)માં છે. ગ્રીન ઝોનમાં આવનારા જે 54 જિલ્લામાં સૌથી ઝડપી વધારો થયો છે તેમાંથી 14 ઉત્તર પ્રદેશનાં, 7 ઓરિસ્સા અને 6 આસામાનાં જિલ્લા છે.

303 જિલ્લામાં કોરોના વાયરસનાં કેસોમાં 99 ટકા સુધીની વૃદ્ધિ 

મેનાં પહેલા અઠવાડિયે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગ્રીન ઝોન વર્ગીકરણની વ્યાખ્યા કરતા કહ્યું હતુ કે, આ એવા જિલ્લા છે જ્યાં છેલ્લા 21 દિવસથી કોઈ કેસ સામે આવ્યો નથી. યલ્લો કેટેગરીનાં લગભગ 53 જિલ્લામાં કોરોના વાયરસનાં કેસમાં 100 ટકાથી વધારે વૃદ્ધિ નોંધાઈ છે. આમાં ઉત્તર પ્રદેશનાં 12 જિલ્લા, બિહારનાં 7 અને મધ્ય પ્રદેશનાં 5 જિલ્લા સામેલ છે. ભારતમાં કુલ 303 જિલ્લામાં કોરોના વાયરસનાં કેસોમાં 99 ટકા સુધીની વૃદ્ધિ જોવા મળી છે.

આ વિડીયો પણ જુઓ: અમદાવાદ 25મી મેથી ડોમેસ્ટિક ફ્લાઈટ થશે શરૂ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન