Corona cases rise for third day in a row in the country: 34,403 new cases
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દેશમાં કોરોનાના કેસમાં સતત ત્રીજા દિવસે વધારો : નવા 34,403 કેસ

દેશમાં કોરોનાના કેસમાં સતત ત્રીજા દિવસે વધારો : નવા 34,403 કેસ

 | 8:20 am IST
  • Share

દેશમાં કોરોનાના કેસમાં સતત ત્રીજા દિવસે ધીમો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં નવા 34,403 કેસ નોંધાયા છે. કોરોનાએ 320 લોકોનો ભોગ લીધો છે. જો કે એક્ટિવ કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે જે ઘટીને  3,39,056 થયા છે. એક્ટિવ કેસની ટકાવારી કુલ કેસના 1.02 ટકા થઈ છે. જ્યારે રિકવરી રેટ વધીને 97.65 ટકા થયો છે. મૃત્યુ દર 1.33 ટકા નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસમાં 8164નો ઘટાડો થયો છે.

ડેઈલી પોઝિટિવિટી રેટ 2.25 ટકા નોંધાયો છે જે સતત 18મા દિવસે 3 ટકાથી નીચે છે. વીક્લી પોઝિટિવિટી રેટ 1.97 ટકા થયો છે જે સતત 84મા દિવસે 3 ટકાથી નીચો છે. સારવાર પછી  3,25,60,474 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. દેશમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા  3,33,81,728 થઈ છે. કુલ  4,44,248 લોકોનો જીવ ગયો છે.

દેશમાં અત્યાર સુધીમાં 77.24 કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે. શુક્રવારે 17મી સપ્ટેમ્બરે પીએમ મોદીના જન્મદિવસે વધુ ૨.૫૦ કરોડ લોકોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. તેને ઉમેરીએ તો કુલ 80 કરોડથી વધુ લોકોને વેક્સિનેશન ઝુંબેશ હેઠળ આવરી લેવાશે.

ગુરુવારે એક જ દિવસમાં વધુ  57,11,488લોકોને વેક્સિન આપવામાં આવી હતી. 18થી 45 વર્ષની વય જૂથનાં 31,17,09,349 લોકોને વેક્સિનનો પહેલો ડોઝ અપાયો છે જ્યારે  5,04,60,225 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. કુલ  1,03,66,083 હેલ્થ કેર વર્કર્સને પહેલો ડોઝ અને  86,53,733 લોકોને બીજો ડોઝ અપાયો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો