About 100 Cases Of Side Effects Were Reported In 5 States
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભારતની સ્વદેશી વેક્સીને કરી બતાવી કમાલ, 1.92 કરોડમાંથી માત્ર આટલાને જ આડ અસર

ભારતની સ્વદેશી વેક્સીને કરી બતાવી કમાલ, 1.92 કરોડમાંથી માત્ર આટલાને જ આડ અસર

 | 7:26 pm IST
  • Share

9 મહિના સુધી ધમરોળનારા કોરોના વાયરસ (Corona Virus)ને મ્હાત આપવા માટે ભારતમાં દુનિયાનું સૌથી મોટુ રસીકરણ અભિયાન (Vaccination Program) હાથ ધરવામાં આવ્યું છે. વડાપ્રધાન (Prime Minister) નરેન્દ્ર મોદી (Narendra Modi)એ કોરોના સામેની લડતને લઈને શનિવારે દેશમાં વેક્સિનેશન અભિયાન શરૂ કરાવ્યું હતું. આ રસીકરણે દુનિયા ભરમાં ભારત (India)ની તાકાત અને ભારતના વૈજ્ઞાનિકો (Scientist)ની ક્ષમતા પુરવાર કરી દીધી છે. ભારતમાં પહેલા જ દિવસે 1.92 કરોડ લોકોને અપાયેલી સ્વદેશી કોરોના વેક્સીન લીધા બાદ માત્ર 100 લોકોને જ આડ અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે.

કોરોનાની વેક્સિન (Corona Vaccine)ની આડઅસરોના (Side Effect) કેસ સામે આવવા લાગ્યા છે. પહેલા દિવસે દિલ્હી (Delhi)માં 52, મહારાષ્ટ્ર (Maharashtra) અને પશ્ચિમ બંગાળ (West Bengal)માં 14-14, તેલંગાણા (Telangana)માં 11 અને ઓડિશા (Odisha)માં 3 એડવર્સ ઇવેન્ટ્સ ફોલોઇંગ ઇમ્યુનિશન (AEFI)ના કેસ સામે આવ્યા છે.

કેવા કેવા લક્ષણો જોવા મળ્યા?

ભારતમાં પહેલા જ દિવસે 1.92 કરોડ લોકોને કોરોનાની સ્વદેશી વેક્સીન આપવામાં આવી હતી. જોકે પહેલા જ દિવસે 3 કરોડ લોકોને વેક્સીન આપવાનો મોદી સરકારનો લક્ષ્યાંક હતો. પરંતુ તે ચુકાઈ ગયો હતો. કોરોનાની આટલા મોટા પ્રમાણમાં લોકોએ વેક્સીન લીધા બાદ માંડ 100 જેટલા લોકોને આડ અસર થઈ હતી. રસી લીધા બાદ આ લોકોને દુખાવો થવો, ચક્કર આવવા, શરીર પર પરસેવો થવો, છાતીમાં દબાણ થવું જેવી સમસ્યાઓ જોવા મળી હતી.

દિલ્હીમાં સૌથી વધુ સાઈડ ઈફેક્ટના કેસ

રાજધાની દિલ્હીમાં વેક્સિન લીધાના પહેલા દિવસે સાઈડ ઇફેક્ટના 52 કેસ સામે આવ્યા હતાં. જેમાંના એક કેસમાં ગંભીર સાઈડ ઇફેક્ટ જોવા મળી છે. દિલ્હી સરકારના જણાવ્યા મુજબ, ઉત્તર દિલ્હીમાં એક, દક્ષિણ-પૂર્વ દિલ્હીમાં 5 અને ઉત્તર-પશ્ચિમમાં દિલ્હીમાં 4 સાઈડ ઇફેક્ટના કેસ સામે આવ્યા છે. એ જ રીતે, પૂર્વ દિલ્હીમાં 6, મધ્ય દિલ્હીમાં 2, દક્ષિણ દિલ્હીમાં 11, નવી દિલ્હીમાં 5, દક્ષિણ-પશ્ચિમ દિલ્હીમાં 11 અને પશ્ચિમ દિલ્હીમાં 6 સાઈડ ઇફેક્ટના કેસ નોંધાયા છે. ગંભીર સાઈડ ઇફેક્ટનો એક કેસ દક્ષિણ દિલ્હીમાં સામે આવ્યો છે.

પશ્ચિમ બંગાળમાં પ્રથમ દિવસે 15 હજાર 707 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. આ લોકોમાંથી 14 લોકોમાં વેક્સિનની આડઅસર જોવા મળી હતી. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, એકની હાલત ગંભીર હતી, જો કે બાદમાં તેની હાલતમાં સુધારો થયો હતો. પશ્ચિમ બંગાળ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે માત્ર ફ્રન્ટલાઇન વર્કર જ નહીં, પરંતુ રાજ્યના બધા જ લોકોને માટે પૂરતા પ્રમાણમાં વેક્સિન ઉપલબ્ધ કરાવે.

તેલંગાણામાં માત્ર 11 લોકોમાં સાઈડ ઇફેક્ટ

તેલંગાણામાં વેક્સિનેશનના પ્રથમ દિવસે 11 લોકોમાં હળવી સાઈડ ઇફેક્ટ જોવા મળી હતી. રાજ્યના 33 જિલ્લામાં 140 સેન્ટરો પર વેક્સિનેશન કરાયું હતું. આ દરમિયાન, 4,296 લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો. જે લોકોમાં સાઈડ ઇફેક્ટ જોવા મળી, તેમને દુખાવો, ચક્કર આવવા અને પરસેવો થવા જેવી સમસ્યાઓ થઈ છે. જો કે, દરેક વેક્સિનેશન અભિયાનમાં આવા લક્ષણો જોવા મળતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન