corona effect Surat pollution has dropped significantly
  • Home
  • Corona live
  • સુરતીઓ માટે લોકડાઉન ડબલ ધમાકા ઓફર જેવું નીવડ્યું, વાંચી લો આ સારા સમાચાર

સુરતીઓ માટે લોકડાઉન ડબલ ધમાકા ઓફર જેવું નીવડ્યું, વાંચી લો આ સારા સમાચાર

 | 10:43 am IST

હાલમાં કોરોનાના કારણે લોકોમાં હાહાકાર મચી ગયો છે. આ મહામારીમાંથી છૂટકારો મેળવવા માટે સરકારે જરૂરી પગલા ભર્યા છે અને 21 દિવસ માટે બધુ લોકડાઉન રાખ્યું છે. એ વચ્ચે ગુજરાતીઓ માટે એક બીજા સમાચાર પણ મળી રહ્યા છે. લોકડાઉનના પગલે પ્રદૂષણમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. કે જે દરેક લોકો માટે ખુબ સારા સમાચાર છે.

સુરતમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 100 પર પહોંચ્યો છે. નાઈટ્રોજન ઓક્સાઈડમાં પણ ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. દિવાળીના દિવસોમાં સુરતમાં AQI 400 નોંધાય છે. સુરતમાં 30 લાખથી વધુ વાહન અને ઉદ્યોગો છે. કોરોનાને લઈ લોકડાઉનના પગલે સુરતમાં પ્રદુષણમાં જે ધરખમ ઘટાડો નોંધાયો એ ખુબ અગત્યની વાત છે.

દિવાળીએ 400 પર પહોંચતુ પદૂષણનું ઈન્ડેક્સ 100 પાસે પહોંચ્યું છે. પ્રદુષણ સાથે ઝેરી ગણાતા નાઇટ્રોજન ઓક્સાઇડમાં પણ ઘટાડો થયો છે. સુરતમાં 30 લાખથી વધુ વાહનો સાથે મોટા પાયે ઇન્ડ્રસ્ટ્રી ઉદ્યોગ છે. લોકડાઉન ને લઈ ક્યાંક ને ક્યાંક સુરતીઓ શુદ્ધ હવા લઈ રહ્યા છે.

આ વીડિયો પણ જુઓ: રાજ્યમાં કોરોનાના વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન