કોરોના મહામારીના 10 મહિના બાદ આખરે ગુજરાતમાં ITI ફરી ધમધમવા લાગી

ગુજરાત (Gujarat)માં કોરોના વાયરસ મહામારી (Corona virus epidemic)ના કારણે લગભગ 10 મહિનાથી બંધ શાળા-કોલેજો (School-Collage)ગત 11 જાન્યુઆરીથી શરૂ થઇ ગઇ છે ત્યારે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI)ને પણ મંગળવારથી ખોલવામાં આવી છે. એક અધિકારીએ આ વિશે જાણકારી આપી છે.
અધિરારીના નિવેદન અનુસાર આ સંસ્થાઓને ફરીથી ખોલવાનો નિર્ણય કૌશલ્ય વિકાસ અને ઉદ્યમ મંત્રાલય દ્વારા જારી એક સલાહ બાદ લેવામાં આવ્યો છે. અધિક મુખ્ય સચિવ (શ્રમ અને રોજગાર) વિપુલ મિત્રએ કહ્યું કે, સામાજીક અંતરના નિયમનું પાલન કરતા આઇટીઆઇ બેંચનું સમયપત્રક નક્કી કરાશે.
અધિકારીએ કહ્યું કે, ઓનલાઇન ક્લાસ નક્કી કાર્યક્રમ અનુસાર યથાવત રહેશે અને ગત બેંચની પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓની થ્યોરી વિષયો માટે ઓનલાઇન ક્લાસમાં ભાગ લેવાની પરવાનગી રહેશે. મિત્રએ કહ્યું,”કેન્દ્ર તથા રાજ્ય દ્વારા દિશા-નિર્દેશોની ગાઇડલાઇનનું પાલન કરવાને લઇ અમે નિર્દેશ જારી કર્યા છે. પ્રત્યેક આઇટીઆઇ એક નોડલ અધિકારીની નિયુક્તિ કરશે. જે કોવિડ-19 દિશા-નિર્દેશોની દેખરેખની સાથે તેનું પાલન પણ કરાવશે”.
તેમણે કહ્યું કે, આઇટીઆઇ પોતાની સુવિધાઓ અનુસાર રોજ અલગ-અલગ સમય પર અથવા એક દિવસના અંતરે ક્લાસનું આયોજન કરવાનો નિર્ણય લઇ શક્શે.
આ વીડિયો પણ જુઓ : અમદાવાદ-રાજસ્થાન ફ્લાઈટના મુસાફરો રઝળ્યા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન