Corona epidemic Commentary will be sitting at home in IPL-2020
  • Home
  • Featured
  • IPL-2020માં ઘરે બેઠા થશે કોમેન્ટ્રી, કોરોના મહામારીના પગલે ચિયરલીડર્સ પણ નહીં જોવા મળે

IPL-2020માં ઘરે બેઠા થશે કોમેન્ટ્રી, કોરોના મહામારીના પગલે ચિયરલીડર્સ પણ નહીં જોવા મળે

 | 4:47 pm IST

કોરોના મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. વિશ્વભરના મોટાભાગના દેશોને તહેસ નહેસ કરી દીધા છે. તો બીજી તરફ આઈપીએલને લઈને પણ દિવસે દિવસે નવી નવી જાહેરાત કરવામાં આવી રહી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન 19મી સપ્ટેમ્બરથી યુનાઇટેડ આરબ અમિરાત (યુએઈ)માં યોજાશે. કોરોના વાયરસની મહામારી વચ્ચે એટલું તો નક્કી છે કે આ વખતની ટુર્નામેન્ટ અગાઉ જેવી રહેશે નહીં. વિશ્વની સૌથી ધનાઢ્ય ક્રિકેટ લીગ આઠમી નવેમ્બર સુધી ચાલશે. ટુર્નામેન્ટનો કાર્યક્રમ હજી જારી કરાયો નથી પણ કેટલીક એવી બાબતો છે જે પ્રેક્ષકો દ્વારા IPLના ઇતિહાસમાં પહેલીવાર જોવામાં આવશે.

IPL-2020માં ઘરે બેઠા કરાશે કોમેન્ટ્રી

કોરોના વાયરસની મહામારીના પગલે બીસીસીઆઈને આ પ્રકારનું પગલું ભરવું પડ્યું છે. સાઉથ આફ્રિકામાં રમાયેલી 3ટીસી મેચની પણ ઘરે બેસીને સફળતાપૂર્વક કોમેન્ટ્રી કરવામાં આવી હતી. મેચના રોમાંચ પર તેની કોઈ જ અસર થઈ ન હતી. આ જ કારણ છે કે બીસીસીઆઈએ ઘરે બેસીને એટલે કે ભારતમાંથી જ કોમેન્ટ્રી કરવાનો નિર્ણય લીધો છે. ભારત તરફથી ફ્રેન્ચાઇઝી યુએઈ જવા રવાના થશે. ત્યાં ખેલાડીઓ અને સ્ટાફને આઈસોલેશનમાં મૂકવામાં આવશે. આવી સ્થિતિમાં જ્યારે ભારત તરફથી કોમેન્ટ્રી શક્ય છે, ત્યારે કોમેન્ટેટરો યુએઈ નહીં જાય.

ચીયરલીડર્સ સ્ટેડિયમમાં ઉજવણી કરતી જોવા નહીં મળે

મેચ દરમિયાન ખેલાડીઓ ચોગ્ગા અને સિક્સર ફટકારશે ત્યારબાદ ચીયરલીડર્સ સ્ટેડિયમમાં ઉજવણી કરતી જોવા નહીં મળે. હકીકતમાં કોરોના વાયરસને કારણે તમામે આઇસીસી દ્વારા જારી કરાયેલા નિયમોનું પાલન કરવું પડશે. જો ચિયરલીડર્સ ડાન્સ કરતી જોવા મળશે, તો પછી સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન થશે. આ સંજોગોમાં એમ કહી શકાય કે IPL 2020માં પહેલીવાર ફેન્સ ચીયરલીડર્સને જોઈ શકશે નહીં.

આ વીડિયો પણ જૂઓઃ  ગુજરાત આવનાર પ્રવાસીએ 14 દિવસ ક્વૉરન્ટીન થવાનુ રહેશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન