Corona has also begun to fluke against vaccinations
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Vishesh
  • જંગ કેવી રીતે જીતશું, રસીકરણ સામે પણ ફૂંફાડા મારવા લાગ્યો છે કોરોના

જંગ કેવી રીતે જીતશું, રસીકરણ સામે પણ ફૂંફાડા મારવા લાગ્યો છે કોરોના

 | 10:59 pm IST
  • Share

એક વર્ષ. બે મહિના. અને માથે એક દિવસ. આ છે વિશ્વના અદ્રશ્ય દુશ્મનના ભારતમાં રોકાણનો ગાળો. વર્ષ તો બદલાઈ ગયું. સાથે કોરોનાનું રૂપ પણ બદલાઈ ગયું. હવે રસીકરણ સામે પણ ફૂંફાડા મારવા લાગ્યો છે કોરોના. અને ફરી પોણા છ માસ બાદ એક જ દિવસમાં નોંધાવા લાગ્યા છે 72 હજારથી વધુ કેસ. અને પોણા ચાર મહિના બાદ મોતના ખપ્પરમાં હોમાવા લાગી છે 459 જિંદગી. ત્યારે સવાલ થાય કે, કેવી રીતે જીતશું જંગ ?

આજે આપને બતાવવો છે મહામારીને હરાવવાનો ઉત્તમ અને કારગર ઈલાજ. બતાવવો છે અદ્રશ્ય દુશ્મનને નાથવાનો ઉપાય. મોતનું તાંડવ મચાવી રહેલા કોરોના સામેની જંગ જીતવાનો રસ્તો. પછી તમે પણ કહેશો ભાગ કરોના ભાગ. જોઇએ કેવી રીતે જીતશું જંગ.

અન્ય દેશોની જેમ ભારતે પણ વેક્સિનેશનની રફતાર વધારવાનો તો સંકલ્પ કરી લીધો છે. પરંતુ આ વેક્સિનેશનની રફતાર સરકાર ધારે એટલી તેજ થઈ શકે તેમ નથી. કેમ કે, કંપનીઓ સરકારની જરૂરીયાત પુરતો સ્ટોક આપવામાં સક્ષમ નથી. આ સાથે જ અન્ય કેટલીક મુશ્કેલીઓ વેક્સિનેશનની પ્રક્રિયામાં બાધા નાખી રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો