કોરોનાથી સાજા થયા બાદ શું લોકો રોજિંદા કામ કરી શકશે? - Sandesh
  • Home
  • Columnist
  • કોરોનાથી સાજા થયા બાદ શું લોકો રોજિંદા કામ કરી શકશે?

કોરોનાથી સાજા થયા બાદ શું લોકો રોજિંદા કામ કરી શકશે?

 | 1:38 am IST

ઓવર વ્યૂ

કોરોનાથી લોકો સંક્રમિત થઈ રહ્યા છે, બીમારી થઈ રહ્યા છે અને મૃત્યુ પણ પામે છે. આ આંકડા દરેક જગ્યાએ પ્રકાશિત થઈ રહ્યા છે. પરંતુ સંક્રમણ બાદ જે લોકો ઠીક થઈ રહ્યા છે, તેની વાત કોઈ કરતું નથી. એ લોકો જેમને કોવિડ ૧૯ હતો, બીમાર હતા અને હવે સાજા થઈ ગયા છે અને હવે એ વાઇરસ સામે પ્રતિકાર શક્તિ કેળવી શક્યા છે. તેમને કોરોના ફ્રી વખત બીમાર પાડી નહીં શકે. એવા લોકો સામાન્ય જીવન પૂર્વવત કરવા માટેના પ્રયાસોમાં મહત્ત્વના સાબિત થઈ શકે છે.

જર્મન સમાચાર મેગેઝિન ડેય સ્પીગેલના હેવાલ મુજબ હાલમાં જર્મનીમાં એક એવા સર્વેની તૈયારી ચાલી રહી છે કે જેનાથી ખબર પડશે કે કેટલા લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો, તેઓ સામાન્ય બીમાર થયા, પણ તેમને બીમારીની ખબર જ નહીં પડી. સંશોધકોનું માનવું છે કે ૮૦ ટકા કેસોમાં કોરોનાનો પ્રકોપ ઘણો હળવો હોય છે. ઋતુ બદલાતી વેળા થતા ફ્લૂ જેવો, ગળામાં થોડી પીડા, ખાંસી, હળવો તાવ અને ક્યારેક તો કોઈ લક્ષણ દેખાય જ નહીં. સામાન્ય રીતે યુવાન લોકો પર તેની અસર સામાન્ય થાય છે. બની શકે કે ઘણા લોકોને સંક્રમણ થયું હોય, પણ તેની ખબર જ પડી ન હોય.

મોટા સર્વેની યોજના । આ સર્વેમાં રોબર્ટ કોખ સંસ્થાન, સંક્રમણ શોધ સંસ્થાન અને બર્લિનના વાઇરોલોજી સંસ્થાન સહિત જર્મનીના કેટલાય સંસ્થાન સામેલ થશે. એ માટે એપ્રિલથી ૧૦,૦૦૦ લોકોના લોહીના નમૂના લેવાની યોજના છે, જેમાં કોવિડ ૧૯ વિરોધી એન્ટિબોડીની તપાસ કરાશે. આ ટેસ્ટ દ્વારા મહામારીના ફેલાવા ઉપર પણ નજર રાખી શકાશે. આ વ્યાપક સર્વેથી એ જાણી શકાશે કે મહામારી ફેલાવાની ઝડપ શું છે અને કેટલા લોકોના મૃત્યુ થઈ રહ્યાં છે. એપ્રિલના અંત સુધીમાં સર્વેના પરિણામ આવવાની સંભાવના છે.

જર્મનીના મુખ્ય સંક્રમણ વિશેષજ્ઞા ક્રિસ્ટિયાન ડ્રોસ્ટેનનું કહેવું છે કે, જો શિયાળા સુધી જર્મનીમાં એક કરોડથી દોઢ કરોડ લોકો સંક્રમિત થાય છે, તો પછી આપણે ત્યાં એન્ટિબોડીવાળા ઘણા લોકો હશે. તેમાંથી ઘણા ડોક્ટરો અને નર્સ પણ હશે, જેઓ કોઈ માસ્ક વિના કામ કરી શકશે. જો કે એ વાતનું જોખમ છે કે કોરોનાનો વાઇરસ પોતાનું રૂપ બદલી શકે છે અને આવનારા સમયમાં તેનું મ્યૂટેશન થઈ શકે છે, પરંતુ સંક્રમણ વિશેષજ્ઞોનું માનવું છે કે એન્ટિબોડીવાળા લોકો કેટલાક વર્ષો સુધી પ્રતિકારક શક્તિ ધરાવતા રહેશે.

એન્ટિબોડી ટેસ્ટ । આંતરરાષ્ટ્રીય સ્તરે ૬ લાખથી વધુ લોકો સંક્રમણનો શિકાર થયા છે, જ્યારે ૧,૩૩,૦૦૦ લોકો ઠીક થઈ ચૂક્યા છે. આ સંખ્યા ઘણી મોટી નથી. પરંતુ ઘણા લોકોનો ટેસ્ટ કરાયો પણ નથી. જર્મનીમાં દર અઠવાડિયે લગભગ ૩,૦૦,૦૦૦ લોકોના ટેસ્ટ કરાઈ છે. પરંતુ વાઇરસના પ્રસારને જોતા સરકાર એ તારણ પર આવી છે કે એ પૂરતું નથી. વાઇરસનો શિકાર થનારાઓની યોગ્ય જાણકારી માટે વિશ્વસનીય ટેસ્ટ જરૂરી છે. ફ્રાંકફુર્ટર અલગેમાઇને સાઇટુંગ અખબાર અનુસાર વાઇરોલોજિસ્ટ ફ્લોરિયાન ક્રામરની ટીમે લોહીમાં એન્ટિબોડીની જાણ મેળવવા માટે એક ટેસ્ટ વિકસિત કર્યો છે. પરંતુ મોટાપાયે તેના ઉત્પાદન માટે તેની બીજી લેબોરેટરીમાં પણ ચકાસણી જરૂરી છે.

જ્યારે એ જાણ થશે કે કેટલા અને કોણ કોણ લોકો કોરોના સામે પ્રતિકાર શક્તિ ધરાવે છે, એ બાદ જ્યાં માનવીના સંપર્ક વિના કામ ન થઈ શકે. એવા તમામ સ્થળોએ તેમને કામ કરવા દઈ શકાય. સામાન્ય જીવન માટે જરૂરી દુકાનોમાં લોકો હજુ પણ કામ કરી રહ્યા છે, પરંતુ ડરીને. સાથે જ હાલમાં જર્મનીમાં પાકની કાપણીની સિઝન છે, પરંતુ ખેડૂત પરેશાન છે કેમકે તેમને કામ કરનારા લોકો મળતા નથી. એ ઉપરાંત વાઇરસથી પ્રતિકાર શક્તિ મેળવી ચૂકેલા લોકો ચિકિત્સા સેવામાં પણ ડોક્ટરો અને નર્સોની મદદ કરી શકશે.

કોરોનાએ આ શબ્દો ચલણમાં મૂક્યા

૧. લોકડાઉનઃ લોકડાઉન એવી સ્થિતિ છે, જેમાં લોકોને ઘરમાંથી બહાર નીકળવાનું હોતું નથી.

૨. સોશિયલ ડિસ્ટેન્સિંગઃ કોરોનાથી બચવા માટે લોકો વચ્ચે એક મીટરથી વધુનું અંતર હોવું જોઈએ, જેને સોશિયલ ડિસ્ટેન્સિંગ કહે છે.

૩. ક્વોરન્ટાઇનઃ કોરોના વાઇરસના ચેપ લાગ્યાની શંકા હોય એવી વ્યક્તિને બીજા લોકોથી ભળવા ન દેવાય એ સ્થિતિ

૪. સેલ્ફ આઇસોલેશન : જો તમે કોઇ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા, તો કોરોનાના સંક્રમણના લક્ષણ દેખાય ત્યાં સુધી રાહ જોવાને બદલે બીજા લોકોના સંપર્કથી અલગ થઈ જવું એ સ્થિતિ

૫. પેન્ડેમિક : પેન્ડેમિક એટલે એવી બીમારી જે આખા વિશ્વમાં ફેલાઈ ગઈ હોય.

૬. વર્ક ફ્રોમ હોમ : અંગ્રેજીમાં તેને ઉહ્લઁ કહે છે. ઘરમાં રહીને જ કંપનીનું કામ કરો તેને વર્ક ફ્રોમ હોમ કહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન