Corona In India China Constructed 1000 Bed Hospital Now India Preparing To Set Up 3 to 2 Lakh Beds
  • Home
  • Corona live
  • કોરોનાના જંગમાં ભારતે ચીનને પણ પછાડ્યું, આ મામલે બન્યું દુનિયામાં નંબર વન

કોરોનાના જંગમાં ભારતે ચીનને પણ પછાડ્યું, આ મામલે બન્યું દુનિયામાં નંબર વન

 | 1:38 pm IST

કોરોના વાયરસ સામે લડવા માટે ભારતે કરેલી તૈયારીઓની આખી દુનિયા પ્રસંશા કરી રહી છે. જોકે કોરોનાને ખતમ કરવા માટે કોરોનાથી સક્રમિત લોકો માટે મોદી સરકાર આઈસોલેશન વોર્ડ બનાવવાનું કામ ખુજ જોરશોરથી ચલાવી રહી છે. આઈસોલેશન વોર્ડની ખામી ના સર્જાય તે માટે ભારતીય રેલવેના ડબ્બામાં લાખો બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવી રહી છે. આ આગાઉ પણ અનેક હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે અને અનેકને મંજૂરી આપવામાં આવી છે.

20 હજાર કોચ બનશે આઈસોલેશન વોર્ડ

રેલવે 20 હજાર કોચોને આઈસોલેશન વોર્ડમાં ફેરવી નાખશે. આ કોચોમાં કુલ મળીને 3.2 લાખથી વધારે બડની વ્યવસ્થા થઈ જશે. કોચને આઈસોલેશન વોર્ડમાં ફેરવી નાખવા માટે સશસ્ત્ર બળ મેડિકલ સેવા, અનેક ઝોનના મેડિકલ વિભાગ, આયુષ્માન ભારત, સ્વાસ્સ્થ્ય મંત્રાલય પાસેથી સલાહ મંગાવવામાં આવી રહી છે.

​સૌથી પહેલા તૈયાર થઈ રહ્યાં છે 80 હજાર બેડ

રેલવેએ જણાવ્યું છે કે, સૌથી પહેલા 65 હજાર કોચને બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેનાથી 80 હજાર બેડ તૈયાર થઈ જશે.

6 જ દિવસમાં ઉભી કરી નાખી હતી 2200 બેડની આખી હોસ્પિટલ

રેલવેમાં પહેલા દેશના કેટલાક રાજ્યોમાં પણ કોરોના તૈયારી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી હતી. ગત સપ્તાહે ગુજરાતમાં માત્ર 6 જ દિવસમાં કુલ 2200 બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવી હતી. આ હોસ્પિટલ અમદાવાદ, રાજકોટ, સૂરત અને વડોદરામાં ઉભી કરવામાં આવી હતી.  

​બે સપ્તાહમાં બનશે 1000 બેડ ધરાવતી હોસ્પિટલ

ચીનની જેમ ભારતમાં પણ 1000 બેડ ધરાવતી હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. આ હોસ્પિટલ ઓરિસ્સામાં ઉભી થશે. જે કોરોના વાયરસ સામે લડવા માટેની દેશની સૌથી મોટી હોસ્પિટલ હશે.

બે સપ્તાહમાં રિલાયંસની હોસ્પિટલ તૈયાર

કોરોના સામેના જંગમાં ઉદ્યોગપતિ પણ મોદી સરકારને સાથ આપી રહ્યાં છે. મહારાષ્ટ્ર કે જ્યાં કોરોનાના સૌથી વધારે દર્દીઓ છે ત્યાં રિલાયંસે બે જ સપ્તાહમાં 100 બેડ ધરાવતી હોસ્પિટલ ખોલી નાખી છે. આ હોસ્પિટલ કોરોના વાયરસના દર્દીઓ માટે તૈયાર કરવામાં આવી છે. આમ ભારતે કોરોના સામેની તૈયારીમાં ચીનને પણ પછાડ્યું છે.

આ વીડિયો પણ જુઓ : પ્રસાદમાં ગરમ પાણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન