Corona In India PM Modi Calls Former Presidents Pranab Mukherjee, Ex Pm Manmohan Singh And Leader Sonia Gandhi
  • Home
  • Corona live
  • PM મોદી વધુ એક મોટુ પગલુ ભરવાની તૈયારીમાં! પૂર્વ PM-રાષ્ટ્રપતિઓને કર્યા ફોન

PM મોદી વધુ એક મોટુ પગલુ ભરવાની તૈયારીમાં! પૂર્વ PM-રાષ્ટ્રપતિઓને કર્યા ફોન

 | 3:53 pm IST

કોરોના વાયરસને મ્હાત આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યાં છે. હવે તેમણે આ મહામારીને નાથવા રાજકીય પક્ષો અને સમાજના દરેક વર્ગના વ્યક્તિને એક મંચ પર લાવવાનો પ્રયાસ કર્યો છે. જેના ભાગરૂપે વડાપ્રધાન મોદી આજે દેશના તમામ જીવિત પૂર્વ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે વાતચીત કરી હતી.

પીએમઓ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદીએ રવિવારે સૌથી પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે વાત કરી હતી. ત્યાર બાદ તેમણે પૂર્વરાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ સાથે વાત કરી. આ સાથે જ તેમણે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને એસ જી દેવગોડા સાથે પણ વાતચીત કરી હતી.

આ  ઉપરાંત વડાપ્રધાન મોદીએ વિરોધ પક્ષના નેતાઓ અને અનેક રાજકીય પાર્ટીના અધ્યક્ષો સાથે પણ વાતચીત કરી હતી. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ઉપરાંત સમાજવાદી પાર્ટીના સીનિયર નેતા મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવ, તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો અને પશ્મિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, બીજૂ જનતા દળ અધ્યક્ષ અને ઓડિશાના સીએમ નવીન પટનાયક અને તેલંગાણાના સીએમ કેસીઆર સાથે પણ ફોન પર વાત કરી. તેમણે અકાલી દળના સીનિયર નેતા પ્રકાશ સિંહ બાદલને પણ ફોન કર્યો હતો. 

પીએમ મોદીએ દરેકને કોરોના વાયરસથી બચવા માટે અત્યાર સુધી ઉઠાવવામાં આવેલા પગલાં વિશે જણાવ્યું અને કહ્યું હતું કે, તેમની પાસે કોઈ સારો રસ્તો હોય તો જરૂરથી જણાવે. 8 એપ્રિલે તે વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વધુ એક બેઠક કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન