Corona in IPL Will today's DC vs SRH match be played or not BCCI took the decision
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • IPLમાં કોરોના: આજની મેચ રમાશે કે નહી? BCCIએ લીધો નિર્ણય

IPLમાં કોરોના: આજની મેચ રમાશે કે નહી? BCCIએ લીધો નિર્ણય

 | 4:31 pm IST
  • Share

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 પર વધુ એક વખત કોરોના વાયરસે ઘૂષણખોરી કરી છે. સનરાઇઝર્સ હૈદરાબાદનો ઝડપી બોલર ટી. નટરાજન કોરોના પોઝિટિવ થયો છે. નટરાજનનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેના મુકાબલા પર ખતરાના કાળા વાદળો ઘેરાય રહ્યા છે પરંતુ બીસીસીઆઇ એ આ અંગે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. બીસીસીઆઇ એ સાફ કહી દીધુ છે કે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે યોજાનાર મેચ નક્કી સમયે જ રમાશે.

જણાવી દઇએ કે, દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે આજે સાંજે 7.30 કલાકે દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. જોકે ટી. નટરાજનને ટીમથી અલગ કરી દેવામાં આવ્યો છે, તેમના સિવાય ઓલરાઉન્ડર વિજય શંકરને પણ આઇસોલેટ કરાયો છે કારણ કે તે નટરાજનના નજીકના સંપર્કમમાં હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમના સ્ક્વોડ અને સપોર્ટ સ્ટાફથી નટરાજન સહિત 7 લોકોને આઇસોલેશનમાં મોકલાયા છે. જેમા ઓલરાઉન્ડર વિજય શંકર, ટીમ મેનેજર વિજય, કુમાર શ્યામ સુંદર (ફિજિયો), અંજના વન્નન (ડૉક્ટર), તુષાર ખેડકર (લોજિસ્ટિક મેનેજર), પીએ. ગણેશન (નેટ બોલર) સામેલ છે. ટીમના બાકી સદસ્ય અને સ્ટાફનો આજે સવારે પાંચ વાગ્યે RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

અનલકી નટરાજન!

જણાવી દઇએ કે, નટરાજન હાલમાં ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. નટરાજન ઇજાના કારણે છેલ્લા પાંચ મહિનાથી ક્રિકેટના મેદાનમાં ઉતર્યો નથી. નટરાજનને ટી-20 વર્લ્ડકપની ટીમમાં પણ સ્થાન મળ્યું નથી. હવે તે આઇપીએલથી વાપસી કરવાનો હતો પરંતુ હવે તે કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. નટરાજન જરૂરથી કોરોના પોઝિટિવ છે પરંતુ તેના સ્વાસ્થ્ય પર કોઇ મુશ્કેલી નથી. ખરેખર નટરાજનમાં કોરોનાના કોઇ લક્ષણ નથી દેખાઇ રહ્યા. મેચની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સ અંતતાલિકામાં બીજા સ્થાન પર છે, તેણે 6 મેચ જીતી છે. બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદ 7 મેચોમાથી માત્ર એક જીત સાથે છેલ્લા સ્થાને છે. આવામાં સનરાઇઝર્સ માટે હવે દરેક મેચ કરો યા મરો જેવી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો