દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૮,૫૨૨ કેસ : ૪૧૮નાં મોત થયા - Sandesh
  • Home
  • Corona live
  • દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૮,૫૨૨ કેસ : ૪૧૮નાં મોત થયા

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૮,૫૨૨ કેસ : ૪૧૮નાં મોત થયા

 | 12:52 am IST

। નવી દિલ્હી ।

દેશમાં સતત બીજા દિવસે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે અને રિકવરી રેટ વધીને ૫૯.૦૬ ટકા થયો છે. પોઝિટિવિટી રેટ ૮.૮૦ ટકા થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૧૮,૫૨૨ કેસ નોંધાયા છે જ્યારે ૪૧૮ લોકો કોરોનાનો શિકાર બન્યા છે. આમ કોરોનાથી સંક્રમિતોનો કુલ આંક ૫,૬૬,૮૪૦ થયો છે. રવિવારે કોરોનાના ૧૯,૯૦૬ કેસ નોંધાયા હતા પણ સોમવારે તેમાં થોડો ઘટાડો થયો હતો અને નવા ૧૯,૪૫૯ કેસ પ્રકાશમાં આવ્યા હતા. જ્યારે મંગળવારે તેમાં વધુ ઘટાડો થઈને ૧૮,૫૨૨ નવા કેસ નોંધાયા હતા. હવે નવા ૪૧૮ મોત સાથે મોતનો કુલ આંકડો ૧૬,૮૯૩ થયો હતો. એક્ટિવ કેસ ૨,૧૫,૧૨૫ છે જ્યારે સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૩,૩૪, ૮૨૧ થઈ હતી. આમ એક્ટિવ કેસ અને રિકવર થયેલા કેસ વચ્ચે ૧,૧૯,૬૯૬નો તફાવત જણાયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં ૧૩,૦૯૯ લોકો સાજા થયા હતા.

મહારાષ્ટ્ર, તામિલનાડુ અને દિલ્હીમાં કેસ વધતાં સ્થિતિ ગંભીર

મહારાષ્ટ્રમાં કુલ ૧,૬૯,૮૮૩ કેસ નોંધાયા હતા જ્યારે ૭,૬૧૦નાં મોત થતા સ્થિતિ ગંભીર બની હતી. તામિલનાડુએ પણ કેસ વધવાને કારણે લોકડાઉન ૩૧ જુલાઈ સુધી લંબાવ્યું હતું. રાજ્યમાં કુલ કેસ ૮૬,૨૨૪ થયા હતા અને ૧,૧૪૧નાં મોત થયા હતા. દિલ્હીમાં ૮૫,૧૬૧ લોકો કોરોના સંક્રમિત હતા અને ૨,૬૮૦નાં મોત થયા હતા. ગુજરાતમાં ૩૧,૯૩૮ કેસ નોંધાયા હતા અને ૧,૮૨૭નાં મોત થયા હતા.

કુલ ૮૬,૦૮,૬૫૪ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા : નવી ૧૧ સરકારી લેબ શરૂ કરાઈ

આઈસીએમઆરના જણાવ્યા મુજબ સોમવાર સુધીમાં ૮૬,૦૮,૬૫૪ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સોમવારે એક દિવસમાં જ ૨,૧૦,૨૯૨ ટેસ્ટ કરાયા હતા. દેશમાં કોરોનાનાં ટેસ્ટિંગ માટે કુલ ૧,૦૪૭ લેબોરેટરી કાર્યરત છે. જેમાં ૭૬૦ સરકારી અને ૨૮૭ પ્રાઈવેટ છે. રવિવાર સુધીમાં નવી ૧૧ લેબ શરૂ કરાઈ છે જે તમામ સરકારી છે.

છેલ્લા ૨૪ કલાક રાજ્ય, કેસ અને મોત

રાજ્ય            કેસ   મોત  

મહારાષ્ટ્ર       ૫,૨૫૭ ૧૮૧

તામિલનાડુ     ૩,૯૪૯ ૬૨

દિલ્હી             ૨,૦૮૪ ૫૭

કર્ણાટક          ૧,૧૦૫ ૧૯

કોરોના સંક્રમિતો દેશોમાં ભારત ચોથા ક્રમે

દેશ                 કુલ કેસ

અમેરિકા        ૨૬,૮૩,૨૩૯

બ્રાઝિલ          ૧૩,૭૦,૪૮૮

રશિયા           ૬,૪૭,૮૪૯

ભારત            ૫,૬૮,૫૩૬

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન