Corona: India's Recovery Rate Increased To 64.54% Says Harshvardhan
  • Home
  • Corona
  • કોરોનાની લડાઈમાં 64.54% સાથે ભારત થઈ રહ્યું છે ‘પાસ’, સ્વાસ્થ્ય મંત્રીએ આપી ખુશખબર

કોરોનાની લડાઈમાં 64.54% સાથે ભારત થઈ રહ્યું છે ‘પાસ’, સ્વાસ્થ્ય મંત્રીએ આપી ખુશખબર

 | 4:56 pm IST

કોવિડ-19નાં રેકોર્ડતોડ કેસોની વચ્ચે એક સારા સમાચાર છે. અત્યાર સુધી બે તૃતિયાંશ કોરોના દર્દીઓ ઠીક થઈને ઘરે આવી ચુક્યા છે. ગ્રુપ ઑફ મિનિસ્ટર્સની મીટિંગમાં કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને આ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં કોવિડ-19થી રિકવર થયેલા દર્દીઓનો આંકડો 10 લાખને પાર થઈ ગયો છે. આજની તારીખમાં 10,57,805 લોકો કોરોના મુક્ત થઈ ચુક્યા છે. દેશમાં કુલ 16,38,870 કેસ છે.

ભારતનો રિકવરી રેટ ઘણો સારો થઈને 64.54 ટકા થયો 

હર્ષવર્ધનનાં જણાવ્યા પ્રમાણે, ભારતનો રિકવરી રેટ ઘણો સારો થઈને 64.54 ટકા થયો છે. ફૈટલિટી રેટમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આ બીમારીથી મૃત્યુ દર ઘટીને 2.18 ટકા થઈ ગઈ છે. ભારતનો રિકવરી રેટ સતત સારો થઈ રહ્યો છે. જુલાઈનાં અંતિમ અઠવાડિયામાં રેકૉર્ડ સંખ્યામાં રિકવરી નોંધાઈ રહી છે. અત્યારે ભારતમાં 5,45,318 એક્ટિવ કેસ છે જે રિકવર થયેલા કેસનાં અડધા છે. કોરોના વાયરસની વિરુદ્ધ લડાઈ જીતનારા લોકોની સંખ્યા 10 લાખનો આંકડો પાર કરી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 37 હજારથી વધારે લોકો ઠીક થઈને પોતાના ઘરે પરત ફર્યા છે.

ભારતમાં કોરોનાનાં કેસ 21 દિવસમાં ડબલ થઈ રહ્યા છે

દેશમાં 0.27 ટકા દર્દી એવા છે જે વેન્ટિલેટર પર હતા, 1.58 ટકા આઈસીયૂમાં એડમિટ છે. 2.28 ટકા દર્દીઓને કોઈ પ્રકારનાં ઑક્સિજન સપોર્ટની જરૂર પડી રહી છે. હર્ષવર્ધને કહ્યું કે ભારતમાં કોરોનાનાં કેસ 21 દિવસમાં ડબલ થઈ રહ્યા છે. જૂનનાં મહિનામાં ડબલિંગ રેટ 10-12 દિવસની વચ્ચે હતો. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીએ ટેસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારની વાત કરતા કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં 6.42 લાખથી વધારે સેમ્પલ્સ ટેસ્ટ કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રીએ દાવો કર્યો છે કે છેલ્લા એક મહિનામાં દેશભરમાં લગભગ એક કરોડ ટેસ્ટ થયા છે.

 24 કલાકમાં કોવિડ-19નાં સૌથી વધારે 55,078 કેસ સામે આવ્યા

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીની અધ્યક્ષતામાં થયેલી બેઠક નિર્માણ ભવનમાં થઈ. આમાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરી પણ સામેલ થયા. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19નાં સૌથી વધારે 55,078 કેસ સામે આવ્યા છે. ફક્ત 2 દિવસ પહેલા દેશમાં કોરોનાનાં 15 લાખ કેસ હતા. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયનાં ડેટા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં વધુ 779 લોકોના મોત બાદ મૃતકોની સંખ્યા 35,747 થઈ ગઈ છે. આ સતત બીજો દિવસ છે જ્યારે 50 હજારથી વધારે કેસો સામે આવ્યા છે. દેશમાં અત્યારે પણ 5,45,318 લોકો કોરોના સંક્રમણની ઝપટમાં છે.

આ વિડીયો પણ જુઓ: અમરેલીના ધારીમાં સફાઈ કામદારોની હડતાળ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન