Corona : Modi Govt Economic Package for Women for Nirmala Sitharaman
  • Home
  • Corona
  • મોદી સરકારની મોટી જાહેરાત, 20 કરોડ મહિલાઓના ખાતામાં દર મહિને જમા થશે પૈસા

મોદી સરકારની મોટી જાહેરાત, 20 કરોડ મહિલાઓના ખાતામાં દર મહિને જમા થશે પૈસા

 | 5:46 pm IST

કોરોના વાયરસના સંકટ વચ્ચે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મોતા નિર્ણય લીધા છે અને રાહત પેકેજની જાહેરાત કરી છે. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમને 1.70 હજાર કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું હતું. જેના દ્વારા જુદા જુદા લોકોને મદદ પહોંચાડવામાં આવશે. સરકાર તરફથી દેશના લગભગ 20 કરોડ મહિલાઓના ખાતામાં આગામી ત્રણ મહિના સુધી દર મહિને 500 રૂપિયાની મદદ પહોંચાડવામાં આવશે.

1 પૈસા :

નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે જે પણ મહિલાઓનું પ્રધાનમંત્રી જનધન એકાઉન્ટ અંગર્ગત બેંક ખાતુ છે તેવી લગભગ 20.5 કરોડ મહિલાઓને આગામી 3 મહ્હિના સુધી 500 રૂપિયા દર મહિને આપવામાં આવશે. આ રકમ દર મહિને સીધી એ મહિલાઓના ખાતામાં જ જમા થશે.

2 ગેસ :

આ  ઉપરાંત વડાપ્રધાન ઉજ્જ્વલા યોજના અંતર્ગત દેશના 8 કરોડ બીપીએલ પરિવારોને આગામી ત્રણ મહિના સુધી મફતમાં ગેસ સિલિંડર આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઉજ્જ્વલા યોજના અંતર્ગત 8.5 કરોડ મહિલાઓના નામે ગેસ કનેક્શન ખોલવામાં આવ્યા હતાં, હવે તેમને આગામી ત્રણ મહિના સુધી મફતમાં ગેસ સિલિન્ડર મળશે.

3 અનાજ :

કોરોના વાયરસને લઈને કરવામાં આવેલી જાહેરાતમાં દેશના તમામ લોકો માટે અનાજની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી અન્ન યોજના અંતર્ગત 5 કિલો વધારે ઘઉં કે ચોખા ત્રણ મહિના સુધી મળતા રહેશે. તેનો લાભ 80 કરોડ લાભાર્થીઓને મળશે. આ ઉપરાંત 1 કિલો દાળની પણ જોગવાઈ કરવામાં આવી છે, જે પણ મફત જ મળશે.

સાથે જ નાણાંમંત્રીએ જાહેરાત કરી હતી કે, પીએમ ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ અંતર્ગત 7 કરોડ પરિવારોને લાભ મળે છે., દીન દયાલ રાષ્ટ્રીય ગ્રામીણ જીવિકા યોજના અંતર્ગત તેમને જામીન વગરની લોન બે ઘણી વધારીને 20 લાખ કરી દેવામાં આવ્યા છે.

જુઓ આ વીડિયો પણ : દેશના તમામ ટોલ પ્લાઝા પર ટોલટેક્સમાંથી મુક્તિ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન