Corona Pandemic Effects Indian Cricket From October Says Rahul Dravid
  • Home
  • Corona
  • રાહુલ દ્રવિડનો મોટો દાવો, ઓક્ટોબરથી ભારતીય ટીમમાં કોરોનાની અસર જોવા મળશે

રાહુલ દ્રવિડનો મોટો દાવો, ઓક્ટોબરથી ભારતીય ટીમમાં કોરોનાની અસર જોવા મળશે

 | 10:11 am IST

ભારતીય ટીમનાં પૂર્વ કેપ્ટન રાહુલ દ્વવિડે કોરોના મહામારીના સમયે મોટો દાવો કર્યો છે. દ્વવિડને લાગે છે કે, કોવિડ 19નો પ્રભાવ ભારતીય ક્રિકેટ અને ઘરેલુ સર્કિટમાં સામાન્ય રીતે મહેસૂસ કરી શકાશે. દ્વવિડનું માનવું છે કે, જો ક્રિકેટ એક-બે મહિનામાં ફરીથી શરૂ નહીં થાય તો, કોરોના મહામારીની અસર ભારતીય ક્રિકેટ ઉપર પણ જોવા મળશે. પૂર્વ ભારતીય કેપ્ટનનું કહેવું છે કે, કોરોનાની મહામારીનો વાસ્તવિક પ્રભાવ ઓક્ટોબરની આસપાસ ભારતીય ટીમમાં જોવા મળશે, ખાસ કરીને તે ઘરેલુ ક્રિકેટને સૌથી વધારે પ્રભાવિત કરશે.

ટેસ્ટ ક્રિકેટમાં ધ વોલના નામથી પ્રખ્યાત રાહુલ દ્વવિડે કહ્યું કે, અમે અત્યારસુધી ભાગ્યશાળી રહ્યા છે, પણ ઓક્ટોબર આવતાં સુધી સ્થિતિ તણાવપુર્ણ થઈ શકે છે. અમુક ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ કેન્સલ કરી દેવામાં આવી છે. તેના માટે સમય અને સ્થાન મળી શકે છે, પણ ઓક્ટોબરની આસપાસ તે આપણને વધારે અસર કરશે, કેમ કે ઘરેલુ સિઝન ઓક્ટરોબરથી શરૂ થાય છે.

જણાવી દઈએ કે, ભારતમાં જુનિયર, અંડર 16, અંડર 19, રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી, દીલિપ ટ્રોફી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને મહિલા ટીમોની ઘરેલુ મેચો ઓક્ટોબરથી શરૂ થાય છે અને માર્ચ સુધી ચાલે છે. પણ હાલની પરિસ્થિતિને જોતાં એવું લાગે છે કે, ઓક્ટોબરથી આ ટુર્નામેન્ટ શરૂ થઈ શકશે નહીં.

આ વીડિયો પણ જુઓઃ મધ્યપ્રદેશના જબલપુરની એક મહિલાનો રામ પ્રેમ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન