કોરોના મુદ્દે ચીનને જવાબદાર ઠેરવવા મુદ્દે જી-૭ની બેઠકમાં મોટો હોબાળો - Sandesh
  • Home
  • World
  • કોરોના મુદ્દે ચીનને જવાબદાર ઠેરવવા મુદ્દે જી-૭ની બેઠકમાં મોટો હોબાળો

કોરોના મુદ્દે ચીનને જવાબદાર ઠેરવવા મુદ્દે જી-૭ની બેઠકમાં મોટો હોબાળો

 | 1:49 am IST

। વુહાન ।

જી-૭ બેઠકમાં સાત અગ્રણી દ્યોગિક લોકતાંત્રિક દેશોના વિદેશમંત્રીઓમાં ચીનને કોરોના વાઇરસના સ્ત્ર્રોત તરીકે ગણવો કે નહીં એ મુદ્દે ઉશ્કેરાટ જોવા મળ્યો હતો. અમેરિકાના વિદેશમંત્રી પોમ્પિયોએ વાઇરસને વુહાન વાઇરસ તરીકે ઓળખાવવા ઉપર ભાર મૂકતા બીજા વિદેશમંત્રીઓ અસહમત થયા હતા. કોરોનાને કારણે વીડિયો કોન્ફ્રન્સથી યોજાયેલી આ બેઠકમાં વિદેશમંત્રીઓ એ વાત ઉપર સહમત થયા હતા કે કોવિડ૧૯ રોગ ફેલાવનારા કોરોના વાઇરસ સામે લડવા માટે સંયુક્ત પ્રયાસો જરૂરી છે. પરંતુ અમેરિકા અને યુરોપિયન રાજદ્વારીઓએ જણાવ્યું હતું કે, મંત્રીઓ અમેરિકાના વિદેશમંત્રી પોમ્પિયોએ આ વાઇરસને વુહાન વાઇરસ તરીકે ઓળખ આપવા અંગે સમહત થયા ન હતા.

પરિણામે જી-૭ દેશોના નાણામંત્રીઓ અને કેન્દ્રીય બેન્કના વડાઓએ કોવિડ૧૯ વાઇરસનો સંદર્ભ આપતા સંયુક્ત નિવેદન કર્યાના એક દિવસ બાદ વિદેશમંત્રીઓએ એક સંયુક્ત નિવેદન બહાર પાડયું હતું. અમેરિકાના અધિકારીઓએ મંગળવારે નાણામંત્રીઓએ કરેલા આ જી૭ના અસંગતતાના સૂચનોને નકારી કાઢતા નિવેદન તરફ ધ્યાન દોર્યું હતું અને કહ્યું હતું કે, વિદેશમંત્રીઓએ ક્યારેય તેમની પોતાની વાતચીત છોડવાનો હેતુ ધરાવતા ન હતા.

યુરોપિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંગઠન અને અન્ય લોકોએ કોરોનાના વૈશ્વિક પ્રકૃતિને કારણે તેને ભૌગોલિક વિસ્તાર મુજબ નામ આપવા સામે ચેતવણી આપી હોવા છતાં પોમ્પિયોએ કોવિડ૧૯ માટે જવાબદાર કોરોના વાઇરસને વુહાન વાઇરસ તરીકે ઓળખવા ઉપર ભાર મૂક્યો હતો. હાલના અઠવાડિયાઓમાં વુહાન વાઇરસ શબ્દનો ઉપયોગ કરીને પોમ્પિયોએ ચીન ઉપર આ રોગચાળા વિશે વધુ માહિતી જાહેર નહીં કરીને વિશ્વને જોખમમાં મૂકવાનો આરોપ લગાવ્યો હતો. યાદ રહે કે આ કોરોના વાઇરસ સૌ પહેલાં ચીનના વુહાન શહેરમાં દેખાયો હતો.

કોરોના વાઇરસ અંગે ચીન સતત આરોપીના પાંજરામાં આવી રહ્યું છે. પહેલાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, એ ચીની વાઇરસ છે અને એ બાદ અમેરિકાના એક વકીલે એ વાઇરસને બનાવવાનો અને ફેલાવવાનો ચીન પર આરોપ લગાવી ચીન પર ૨૦ ટ્રિલિયન ડોલરનો કેસ કર્યો છે. દરમિયાન ચીને સ્પષ્ટતા કરતાં કહ્યું કે, તેણે ન તો કોરોના વાઇરસ બનાવ્યો છે, ન તેને ફેલાવ્યો છે.

ચીનની તરફ્દારી કરવા બદલ ટ્રમ્પ ભડક્યા 

કોરોના વાઇરસના દુનિયાભરમાં ફેલાવા પાછળ આખરે કયા દેશનો હાથ છે ? આ સવાલનો જવાબ હજુ સુધી મળ્યો નથી, પરંતુ અમેરિકા અને ચીનની વચ્ચે આ મુદ્દે આરોપ- પ્રત્યારોપ ચાલુ છે, ત્યારે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) કોરોના વાઇરસના મુદ્દે ચીનની કંઇક વધુ તરફ્દારી કરી રહ્યું છે. એક પ્રેસ કોન્ફ્રન્સ દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા કોરોના વાઇરસના મુદ્દે ચીનની પ્રશંસા અંગે ટ્રમ્પને પુછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, વિશ્વભરમાં કેટલાય લોકો વિશ્વ આરોગ્ય સંગઠનના વલણથી દુઃખી છે અને એવું મહેસૂસ કરે છે કે, એ ખરેખર ખોટું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;