Corona relief in the country recovery rate increase
  • Home
  • Corona
  • દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 9119 કેસ નોંધાયા, 396નાં મોત

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 9119 કેસ નોંધાયા, 396નાં મોત

 | 7:50 am IST
  • Share

 

  • ભારતમાં કોરોનાનો કહેર ઘટ્યો

  • 24 કલાકમાં 9119 નવા કેસ અને 369ના મોત

  • દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્રનું એલર્ટ

 

કોરોનાનો કહેર ભારતમાં ઘટી રહ્યો છે. જો કે છેલ્લા બે-ત્રણ દિવસથી કેસમાં નજીવો વધારો થયો છે. એક્ટિવ કેસની સંખ્યા 539 દિવસમાં સૌથી ઓછામાં ઓછી નોંધાઈને 1,09,940 થઈ છે. એક્ટિવ કેસમાં 1541 કેસનો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં નવા 9119 કેસ નોંધાયા છે જ્યારે 10,264 લોકો સાજા થયા છે. આમ સંક્રમિતોની સંખ્યા કરતા સાજા થનારની સંખ્યા વધુ છે. છેલ્લા 24 કલાકમાં વધુ 396 લોકોનાં મોત થયા છે. દેશમાં કોરોનાએ કુલ 4,66,980 લોકોનો ભોગ લીધો છે. કોરોના મહામારીમાં કુલ 3,45,44,882 લોકોને સંક્રમણ થયું છે. જો કે 3,39, 67,962 લોકો કોરોના મુક્ત થયા છે. કોરોનાનાં એક્ટિવ કેસનાં મામલે ભારત હવે 23મા સ્થાને છે. જ્યારે કુલ સંક્રમિતોનાં મામલે બીજા સ્થાને છે.

 

13 રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો માટે કોરોના એલર્ટ જાહેર

કેન્દ્રનાં આરોગ્ય મંત્રાલયે 13 રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો માટે કોરોના એલર્ટ જાહેર કરેલ છે. આ રાજ્યોને ટેસ્ટિંગ વધારવા તેમજ વેક્સિનેશનમાં ઝડપ લાવવા આદેશ આપ્યો છે. દેશમાં 9 દિવસમાં મૃત્યુ દરમાં 121 ટકાનો વધારો થતા સરકારની ચિંતા વધી છે. આમ છતાં તકેદારીનાં તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. ઉત્તરાખંડમાં 11 ૈંહ્લજી અધિકારી સંક્રમિત થયા છે. 48ને આઈસોલેટ કરાયા છે. કર્ણાટકમાં કોરોના માઝા મૂકી રહ્યો છે. અહીંની જીડ્ઢસ્ કોલેજનાં 66  વિદ્યાર્થીઓ તેમજ કેટલાક કર્મચારીઓ કોરોના પોઝિટિવ જણાતા  ફફડાટ વધ્યો છે. સરકારે બે હોસ્ટેલને સીલ કરી છે.  

 

રિકવરી રેટ વધીને 98.33 ટકા થયો

 

રિકવરી રેટ વધીને 98.33  ટકા થયો છે. જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. છેલ્લા 52 દિવસમાં ડેઈલી પોઝિટિવિટી રેટ 0.79 ટકા નોંધાયો છે જે 2 ટકાથી ઓછો છે. અઠવાડિક પોઝિટિવિટી રેટ સતત 62મા દિવસે 0.90 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં 119.38 કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં વધુ 90.27 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે. કુલ 63.57 લાખનાં ટેસ્ટ કરાયા છે.
રાજસ્થાનમાં વેક્સિન નહીં લેનારાઓ સામે કડક પગલાં લેવાશે
રાજસ્થાનમાં હજી લાખો લોકોએ વેક્સિન લીધી નથી. અનેક લોકો વેક્સિન લેવા આનાકાની કરી રહ્યા છે. સત્તાવાળાઓએ લોકોને વેક્સિન લેવા સમજાવવા ઝુંબેશ શરૂ કરી છે. જે લોકો વેક્સિન લે નહીં તેમની સામે કડક પગલાં લેવા વિચારણા કરાઈ રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો