દેશભરમાં કોરોનાની રફ્તાર ધીમી પડી 24 કલાકમાં નવા 27,254 કેસ : 219નાં મોત - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દેશભરમાં કોરોનાની રફ્તાર ધીમી પડી 24 કલાકમાં નવા 27,254 કેસ : 219નાં મોત

દેશભરમાં કોરોનાની રફ્તાર ધીમી પડી 24 કલાકમાં નવા 27,254 કેસ : 219નાં મોત

 | 8:30 am IST
  • Share

દેશભરમાં કોરોનાની રફ્તાર ધીમી પડી છે. દરરોજ નોંધાતા કેસમાં 4 ટકા કરતા વધુ ઘટાડો થયો છે. જ્યારે અઠવાડિક કેસમાં 13 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં નવા 27,254 કેસ નોંધાયા છે જ્યારે 219 લોકોનાં મોત થયા છે.

નોંધપાત્ર વાત એ છે કે એક જ દિવસમાં 37679 લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં રિકવરી રેટ થોડો વધીને 97.54 ટકા થયો હતો. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસમાં 10652નો ઘટાડો થયો હતો. સતત 78મા દિવસે દેશમાં 5૦,૦૦૦ કરતા ઓછા કેસ નોંધાયા હતા. વીકલી પોઝિટિવિટી રેટ 2.11 ટકા નોંધાયો હતો જે સતત 8૦મા દિવસે ૩ ટકાથી નીચે રહ્યો હતો. જ્યરે ડેઈલી પોઝિટિવિટી રેટ ૨.૨૬ ટકા નોંધાયો હતો જે સતત 14મા દિવસે ૩ ટકાથી ઓછો હતો.

દેશમાં પાંચ રાજ્યોમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. જેમાં કેરળમાં ૨૦,૨૪૦, તામિલનાડુમાં ૧,૬૦૮, આંધ્ર પ્રદેશમાં ૧,૧૯૦, કર્ણાટક ૮૦૩ અને પિૃમ બંગાળમાં ૭૫૧ કેસ નોંધાયા હતા. નવા કેસ પૈકી ૯૦ ટકા કેસ તો એકલા પાંચ રાજ્યોમાં જ નોંધાયા હતા. એકલા કેરળમાં જ નવા ૭૪.૨૬ ટકા કેસ નોંધાયા હતા.

દેશમાં 75 કરોડથી વધુ નાગરિકોને વેક્સિન આપવામાં આવી

ભારતમાં વેક્સિનેશન ઝુંબેશ પૂરપાટ વેગે આગળ વધી રહી છે. સોમવારે વેક્સિનેશન કાર્યક્રમે એક નવો ર્કીિતમાન સ્થાપ્યો છે. અત્યાર સુધીમાં ૭૫ કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે. ઉઁર્ં દ્વારા ભારતનાં વેક્સિનેશન કાર્યક્રમની પ્રશંસા કરવામાં આવી છે. ઉઁર્ંએ કહ્યું હતું કે ભારતમાં વેક્સિનેશન ઝુંબેશ એટલી ઝડપથી ચાલી રહી છે જેને કારણે ૧૩ દિવસમાં જ ૬૫ કરોડથી ૭૫ કરોડ સુધીનો વેક્સિનેશનનો લક્ષ્યાંક પૂરો કરાયો છે. દેશમાં શરૃઆતમાં ૧૦ કરોડ લોકોને વેક્સિન આપતા ૮૫ દિવસ લાગ્યા હતા.

સરકારે ૨ લાખથી વધુ બેડ તૈયાર રાખ્યા

સરકાર દ્વારા તહેવારો પછી કોરોના વકરે તો તેનો સામનો કરવા માટે તૈયારી કરાઈ છે. ૨ લાખથી વધુ બેડ તૈયાર કરાયા છે. જેમાં ૫૦ ટકા બેડ વેન્ટિલેટર સાથે તૈયાર કરવામાં આવ્યા છે. જો જરૃર પડે તો વધુ ૪૦,૦૦૦ બેડ તાકીદનાં ઉપયોગ માટે સજ્જ કરાયા છે. દરેક જિલ્લાની હોસ્પિટલોને પાંચ વેન્ટિલેટર્સ આપવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન