Corona snatches 9.3 crore laborers, will get work in center-state schemes
  • Home
  • Business
  • કોરોના મહામારીમાં નોકરી છીનવાઇ ગઇ તો ચિંતા ના કરશો, મોદી સરકારે ઘડ્યો ‘ખાસ પ્લાન’

કોરોના મહામારીમાં નોકરી છીનવાઇ ગઇ તો ચિંતા ના કરશો, મોદી સરકારે ઘડ્યો ‘ખાસ પ્લાન’

 | 7:38 pm IST

કોરોના વાયરસ મહામારીના કારણે ઓછામાં ઓછા 9.3 કરોડ મજૂરો બેરોજગાર થઇ ગયા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત તેમનો ડેટા તૈયારી કરી રહી છે. સોમવાર સુધી કેટલા મજૂરો કોરોનાના કારણે પ્રભાવિત થયા છે તેમની માહિતી એકત્ર કરી લેવામાં આવશે.

અત્યાર સુધીમાં સામે આવેલી જાણકારી અનુસાર 30 લાખ પ્રવાસી મજૂર બીજા રાજ્યમાંથી પોતાના ગૃહ રાજ્યમાં પહોંચી ગયા છે. હવે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને મજૂરોનો ડેટા નીકાળવા કહ્યું છે. કેન્દ્રએ રાજ્યોને એવા પણ નિર્દેશ આપ્યા છે કે, રોજગારનું સર્જન કરે અને મજૂરોને અલગ-અલગ યોજનાઓ અંતર્ગત કામ આપો.

લોકડાઉનના કારણે ઘણા મંત્રાલય મજૂરોની સ્થિતિ પર મંથન કરી રહ્યા છે ત્યાં જ મોટી સંખ્યામાં અસંગઠીત ક્ષેત્રોના મજૂરો પ્રબાવિત થયા છે. જોકે અત્યાર સુધીમાં ફાઇનલ ડેટા તૈયાર કરવામાં આવ્યો નથી. અસલી આંકડાઓ હજૂ પણ સામે આવવાના બાકી છે. મંત્રાલય જમીની સ્તરે ડેટા નીકાળવાની તૈયારીઓ કરી રહ્યા છે.

આ સેક્ટર છે સૌથી વધુ પ્રભાવિત

મેન્યુફેક્ચરિંગ, હોસ્પિટાલિટી, પર્યટન, બાંધકામ, વેપાર, નાના અને સીમાંત ઉદ્યોગો અને ઓટો ઉદ્યોગમાં કામ કરતા મજૂરો લોકડાઉનથી સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. થાવર ચંદ્ર ગેહલોતનાં નેતૃત્વમાં મંત્રીઓનાં જૂથે આ સંદર્ભે તમામ રાજ્યોને પત્ર લખ્યો છે.

મંત્રીઓના આ સમૂહમાં મહેન્દ્ર ચંદ્ર પાંડેય, પ્રતાપ સારંગી, કિશન રેડ્ડી પણ સામેલ છે. ડેટાના ફોર્મેટને એવી રીતે રાખવામા આવ્યા છે કે, મજૂરોને તેમના સ્કિલ, તેમની પસંદના કામ, જે જગ્યાઓ પર તેઓ પલાયન પહેલા કામ કરતા હતા, તમામનું વિવરણ સામેલ છે.

ડેટા બેસમાં મજૂરોના કામનો ઉલ્લેખ હશે.

આ ફોર્મેટમાં ગામ, તાલૂકો અને જિલ્લાનું પણ ફોર્મેટમાં વિવરણ હશે. શ્રમ મંત્રાલય રાજ્ય અને કેન્દ્રીય મંત્રાલયો તરફથી આ ડેટા શેર કરાશે. મજૂરોના ડેટાબેઝ, જોબકાર્ડની વિગતો એકઠી કરવાના પણ પ્રયાસો કરવામાં આવશે.

ગ્રામીણ રોજગાક ગેરંટી સ્કીમમાં કામ કરી રહેલા મજૂરો, પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરી રહેલા મજૂરો અને કંસ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહેલા મજૂરોની પણ માહિતી હશે. શ્રમ મંત્રાલયનું કહેવું છે કે, આવા મજૂરોને ગરીબ કલ્યાણ યોજનાઓ અને નિર્માણ કાર્યોમાં સ્થાન આપવામાં આવે.

આ ઉપરાંત પીએમ આવાસ યોજના, સ્વચ્છ ભારત યોજના, પીએમ ગ્રામીણ માર્ગ યોજના અને રાષ્ટ્રીય ઉચ્ચ બાંધકામમાં પણ કામદારોને કામ આપી શકાય છે. રાજ્યોમાં સ્થળાંતરીત મજૂરોને કૌશલ એપ્લિકેશન દ્વારા તાલીમ આપવામાં આવશે. શ્રમ મંત્રાલય પણ ખાનગી કંપનીઓને પત્ર લખીને રોજગાર પૂરો પાડવાની માંગ કરશે.

આ વીડિયો પણ જુઓ : રાજ્યમાં વેન્ટિલેટરની મોટાપાયે અછત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન