Corona Spread Through Air Very Fast
  • Home
  • Corona
  • કોરોના વાયરસને લઈને થયો વધુ એક ખુલાસો, આપણી સોશિયલ ડિસ્ટેંસની રીત પણ ખોટી!!!

કોરોના વાયરસને લઈને થયો વધુ એક ખુલાસો, આપણી સોશિયલ ડિસ્ટેંસની રીત પણ ખોટી!!!

 | 9:13 pm IST

દુનિયા આખી માટે માથાનો દુખાવો બનેલા કોરોના વાયરસને લઈને નીત નવા તથ્યો સામે આવી રહ્યાં છે. ખાસ કરીને કોરોના વાયરસ કેવી કેવી રીતે ફેલાય છે તેને લઈને. હવે ભારતના એક ઈન્સ્ટિટ્યૂટે દાવો કર્યો છે કે, કોરોના વાયરસ હવાથી પણ ફેલાય છે.

આ ઈન્સ્ટિટ્યૂટના જણાવ્યા પ્રમાણે દરેક વ્યક્તિએ મોઢા પર માસ્ક પહેરવું ફરજિયાત છે. કારણ કે, કોરોના વાયસર હવામાં પણ જીવિત રહે છે અને અહીંથી તે લોકોમાં ફેલાય છે. નિષ્ણાંતોએ સોશિયલ ડિસ્ટેંસિંગના અંતરને લઈને પણ જાણકારી આપી હતી.

બેન્ગાલુરૂની નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ સાયન્સના વિજ્ઞાનીઓએ કરેલાં સંશોધન અનુસાર કોરોના વાઇરસ ધરાવતાં કફના ટીપાં હવામાં નાશ પામતાં પહેલાં આઠથી તેર ફૂટ સુધી તરતા રહે છે. મેથેમેટિકલ મોડલમાં આ બાબત ધ્યાને આવી હતી. આ સંશોધન જર્નલ ફિઝિક્સ ઓફ ફલુઇડમાં પ્રકાશિત થયું છે. સંશોધકોએ ડિઝાઇન કરેલા આ મેથેમેટિકલ મોડેલમાં તંદુરસ્ત વ્યકિતને આ ટીપાં કેવી રીતે ચેપ લગાડે છે તે સમજવા માટે ટીપાના એરોડાયનેમિક્સ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. કેનેડા અને અમેરિકાના સંશોધકો પણ આ સંશોધનમાં સામેલ થયા હતા.

આટલા અંતર સુધી હવામાં તરે છે ટીપાં

અમેરિકાની જાણીતી કેલિફોર્નિયા યુનિવર્સિટીના અભિષેક સાહાએ જણાવ્યું હતું કે, હવા તથા અન્ય અસર કરે તેવા પરિબળોની ગેરહાજરીમાં આ ટીંપા આઠથી તેર ફૂટ હવામાં તરતા રહે છે. આમ સોશ્યલ ડિસ્ટન્સિંગ 6 ફૂટ કરતાં વધારે જ હોવું જોઇએ. આ ટીપાનું કદ 18થી 50 માઇક્રોનનું હોવાથી તેની સામે રક્ષણ મેળવવા માટે માસ્ક પહેરવું પણ એટલુ જ જરૂરી બની જાય છે.

આ વીડિયો પણ જુઓ : કોરોના સંક્રમણમાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન