કોરોનાથી મરનારાને વિધિપૂર્ણ અંતિમસંસ્કાર પણ નસીબ થતા નથી !  - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • કોરોનાથી મરનારાને વિધિપૂર્ણ અંતિમસંસ્કાર પણ નસીબ થતા નથી ! 

કોરોનાથી મરનારાને વિધિપૂર્ણ અંતિમસંસ્કાર પણ નસીબ થતા નથી ! 

 | 2:11 am IST

તાજેતરમાં ૮૩ વર્ષની વયે દુનિયાને અલવિદા કહેનારા અલ્ફ્રેડો વિસિઓલીના અંતિમસંસ્કાર પણ બરાબર થઇ શક્યા ન હતા. ઇટાલીના ક્રોમોના શહેરમાં કોરોના વાઇરસે તેમનો ભોગ લીધો હતો. ક્રોમોનાની પાસેના એક કબ્રસ્તાનમાં ઉતાવળે તેમને દફ્નાવી દેવાયા હતા. તેમની પૌત્રી માર્ટા માનફ્રેડી પોતાના દાદાને અંતિમ વિદાય પણ આપી શકી ન હતી. જ્યારે તેમને દફ્નાવાતા હતા, તો પરિવારના મોટા ભાગના સભ્યો ત્યાં હાજર ન હતા. વાઇરસ ફેલાવાના ડરથી ઇટાલીના મોટાભાગના લોકોની જેમ તેઓ પણ પોતાના ઘરમાં કેદ થયા હતા.  કોરોના વાઇરસ દુનિયાભરમાં તમામ ધર્મો અને સંસ્કૃતિઓના લોકોને શિકાર બનાવી રહ્યા છે. એ સંજોગોમાં વાઇરસથી મૃત્યુ પામેલા લોકોના સન્માનમાં થનારા અનુષ્ઠાન લગભગ નહીંવત થઇ રહ્યા છે. વાઇરસને ફેલાતો રોકવાથી એમ કરાય છે.  મહત્ત્વની વાત એ છે કે, વર્તમાન સમયમાં સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં રાખીએ તો કમોતે મરવાનો વારો આવશે અને ઘર પરિવારના સભ્યો મૃતકની અંતિમવિધિ પણ નહીં કરી શકે.

મૃતકોના મોં પર માસ્ક 

આયરલેન્ડમાં સ્વાસ્થ્ય અધિકારીઓએ શબઘરોમાં કામ કરતા લોકોને નિર્દેશ કર્યો છે કે મૃતકોના મોં ઉપર માસ્ક લગાવે, જેથી તેનાથી થતા સંક્રમણના નાના જોખમને પણ રોકી શકાય છે. ઇટાલીમાં અંતિમસંસ્કાર સાથે જોડાયેલી એક કંપની વીડિયો લિન્કનો ઉપયોગ કરી રહી છે, જેથી પરિવારવાળા જોઇ શકે કે તેમના મૃત પરિજનનો અંતિમ સંસ્કાર પાદરીની હાજરીમાં અને તેના આશીર્વાદથી થઇ રહ્યા છે. દક્ષિણ કોરિયામાં પણ વાઇરસ ફેલાવાના ડરથી લોકો પોતાના પરિજનની અંતિમક્રિયા માટે કબ્રસ્તાન જવા માટે ડરી રહ્યા છે. સૌથી મુશ્કેલ સ્થિતિ આ સમયે ઇટાલીમાં છે, જ્યાં કોરોના વાઇરસને કારણે સૌથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

ઇરાનની સ્થિતિ પણ ખરાબ  । ઇટાલીની જેમ ઇરાનમાં પણ સ્થિતિ ઘણી જ ખરાબ છે. હોસ્પિટલ અને કબ્રસ્તાનમાં મૃતદેહોની સંખ્યા વધી ગઇ છે. રાજધાની તહેરાનના બેહશ્ત એ જાહરા કબ્રસ્તાનના એક પ્રબંધકનું કહેવું છે કે કબર ખોદવા માટે નવા લોકોને કામે લગાડવામાં આવે છે. તેમણે કહ્યું કે, અમે દિવસ-રાત કામ કરી રહ્યા છે. મેં આ પ્રકારની સ્થિતિ ક્યારેય જોઇ નથી. અંતિમસંસ્કારની વિધિ પણ નથી થતી. તેઓ જણાવે છે કે, મોટા ભાગના મૃતદેહો ટ્રકો મોકલાય છે અને તેમને ઇસ્લામી વિધિ વિના જ જમીનમાં દફ્નાવી દેવાય છે. એ દરમિયાન ઇરાનમાં કેટલાય લોકોને આશંકા છે કે અધિકારીઓ એટલા માટે પણ લોકોને તત્કાળ દફ્નાવી રહ્યા છે કે જેથી મૃતકોનો ચોક્કસ આંકડો બહાર નહીં આવે. ઇરાનની સરકાર પર કોરોના વાઇરસને નિયંત્રિત કરવા પર્યાપ્ત પગલાં ન ઉઠાવવાના આરોપ પણ લાગી રહ્યા છે. રવિવાર સુધી ઇરાનમાં કોરોના વાઇરસથી મૃત્યુ પામનારાઓની સંખ્યા દોઢ હજારથી વધી ગઇ છે.

આરોપોના ઘેરામાં ઇરાન સરકાર । ઇરાનની હોસ્પિટલોમાં કામ કરનારી બે નર્સોએ રોઇટર્સને જણાવ્યું કે, તેમને પણ લાગે છે કે સરકાર જણાવે છે તેના કરતાં મૃતકોની સંખ્યા તેનાથી ઘણી વધુ છે. જો કે ઇરાનના અધિકારી એવા આરોપોનો ઇનકાર કરી રહ્યા છે. ૧૮ માર્ચે ઇરાનના રાષ્ટ્રપતિ દસન રોહાનીએ ટીવી પર રાષ્ટ્રને સંબોધન કરીને કહ્યું કે તેમની સરકાર દેશ સમક્ષ ઇમાનદારી અને સચ્ચાઇથી સ્થિતિનો તાગ લેશે. અંતિમસંસ્કાર સાથે સંકળાયેલી કંપનીઓ ખોટ ખાવા માટે મજબૂર છે. કેટલાય દેશોમાં એવા કેસ બહાર આવ્યા છે, જ્યારે અંતિમસંસ્કારથી પાછા ફ્રનારા લોકોમાં સંક્રમણ હોવાનું જણાયું. સ્પેનના ઉત્તરે આવેલા શહેર વિક્ટોરિયામાં ફેબ્રુઆરીના આખરમાં એવા કેસો જોવા મળ્યા. મીડિયાના હેવાલોમાં કહેવાયું કે, અંતિમસંસ્કારમાં ગયેલા લોકોમાંથી ઓછામાં ઓછા ૬૦ લોકોમાં કોરોનાના વાઇરસનું સંક્રમણ જોવા મળ્યું છે. ચીની શહેર વુહાન, જ્યાંથી વાઇરસ દુનિયાભરમાં ફેલાયો, ત્યાં થોડા જ સમયમાં લોકોને મહેસૂસ થવા માંડયું કે અંતિમસંસ્કારમાં લોકો એકત્ર થવાથી આ વાઇરસના ફેલાવાનું જોખમ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન