Corona US these Big Mistakes lead Pandemic in America
  • Home
  • Corona live
  • અમેરિકાને તેની આ ભુલો જ પડી ભારે જેના કારણે થઈ શકે છે 2 લાખથી વધારે લોકોના મોત

અમેરિકાને તેની આ ભુલો જ પડી ભારે જેના કારણે થઈ શકે છે 2 લાખથી વધારે લોકોના મોત

 | 2:33 pm IST

અમેરિકામાં કોરોના વાયરસે દસ્તક દીધી તેને બે મહિનાથી પણ વધારે સમય થઈ ગયો છે. હવે આ મહાકારી આખા અમેરિકામાં ફેલાઈ ગઈ છે. એકલા અમેરિકામાં જ દુનિયાના સૌથી વધારે કોરોના વાયરસથી સંક્રમિત આંકડા 2 લાખની ઉપર પહોંચી ગયા છે અને અત્યાર સુધીમાં 4200થી વધારે લોકોના તો મોત પણ થઈ ચુક્યા છે.

જોકે સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હજી પણ અમેરિકામાં વધારે કોરોના વાયરસનું ભયંકર સ્વરૂપ સામે આવવાનું બાકી છે. ખુદ અમેરિકાના રાષ્ટ્રપતિએ પણ આગામી બે સપ્તાહ વધારે મુશ્કેલ ભર્યા રહેશે તેમ જણાવ્યું છે. જેથી હવે અમેરિકામાં 1 થી લાઈને અઢી લાખ લોકોના મોત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમેરિકાની આ પરિસ્થિતિ થવા પાછળ તેની જ કેટલીક ભૂલ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અમેરિકામાં આ સ્થિતિ કેમ ઉભી થઈ તેને લઈને જ્યોર્જ વોશિંગ્ટન યૂનિવર્સિટીમાં હેલ્થ પોલિસી એંડ મેનેજમેન્ટના પ્રોફેસર જેફરી લેવીએ જણાવ્યું હતું કે, અમેરિકામાં મેડિલક સપ્લાઈ અને મેડિકલ ઉપકરણોન્ની ભયંકર અછત ઉભી થઈ તે સ્થિતિ નહોતી ઉભી થવી જોઈતી હતી. અમેરિકી સરકાર સમય રશેતા જરૂરી મેડિકલ ઉપકરણોની જરૂરી આપૂર્તી ના કરી શકી. જ્યારે કોરોનાનું સંકટ વધ્યું છે ત્યારે પણ સરકાર ખુબ જ ધીમી ગતીએ  કામ કરી રહી છે અને મેડિકલના સાધનો પુરા પાડવામાં સપ્તાહ વેડફી નાખ્યા. સરકારે ઉત્પાદન વધારવામાં પોતાની પુરતી ક્ષમતાનો પણ ઉપયોગ નથી કર્યો.

ટેસ્ટિંગમાં વિલંબ

પ્રોફેસર લેવીના જણાવ્યા પ્રમાણે દક્ષિણ કોરિયા અને સિંગાપુર જેવા દેશોની માફક કોરોનાની શરૂઆતના તબક્કામાં જ મોટી સંખ્યામાં લોકોનું ટેસ્ટિંગ કરાવી લેવાની જરૂર હતી. જે કોરોનાને ફેલાતો રોકવાનો સૌથી સરળ ઉપાય હતો. આમ ના કરવુ અમેરિકી સરકારની એક મોટી ભૂલ હતી. જેના કારણે અમેરિકામાં કોરોના મહામારીએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું.

સોશિયલ ડિસ્ટેંસિંગ યોગ્ય રીતે લાગુ ના કરી શકાયુ

કોરોના વાયરસને રોકવા માટે સોશિયલ ડિસ્ટેંસિંગ ખુબ જ જરૂરી છે. પરંતુ તમામ ચેતવણીઓ છતાંયે અમેરિકાના ફ્લોરિડાના બીચ પર વિદ્યાર્થીઓની ભીડ અટકવાનું નામ નથી લઈ રહી. લુઈસિયાનાના એક ચર્ચમાં પણ હજારો લોકોએ ભેગા થઈને પ્રાર્થનામાં ભાગ લીધો હત્તો. ચર્ચના પાદરી ટોની સ્પેલને જ્યારે આ મામલે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે, અમારૂ માનવુ છે કે, વાયરસ રાજનીતિથી પ્રેરિત છે. અમારા તમામ ધર્મિક અધિકારો સુરક્ષિત છે. કંઈ પણ થઈ જાય અમે પ્રાર્થના માટે એકત્ર થવાનું નહીં છોડીયે.

દેશભરમાં એવા અનેક ઉદાહરણ છે જેના પરથી સાબિત થાય છે છે કે, સોશિયલ ડિસ્ટેંસિંગની અપીલને રીતસરની નજરઅંદાજ કરવામાં આવી છે. ઘણા રાજ્યોની સ્થાનિક સરકારો અને રાજ્ય સરકારો પણ વ્યાપાર બંધ કરવા અને લોકોને ઘરમાં બંધ રાખવા ઈચ્છુક નથી માટે તેઓ વધારે કડકાઈ નથી દાખવી શક્યા. ફ્લોરિડા બીચ પર રહેલી એક યુવતીએ કહ્યું હતું કે, જો મને કોરોના થાય તો ભલે થાય, આખરે હું આ વાયરસના કારણે પોતાની જાતને પાર્ટી કરતા રોકીશ જ નહીં.

આ વીડિયો પણ જુઓ : શહેર કોંગ્રેસ દ્વારા કુલ 40 વોર્ડમાં રસોડા શરૂ કરવામાં આવ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન