Corona Vaccination Will Start From Today In Civil Hospital, CM And DyCM Present
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ સિવિલમાં વેક્સિનેશન કાર્યક્રમ શરૂ, CM અને DyCM હાજર, જાણો સૌ પ્રથમ કોણે રસી લીધી?

અમદાવાદ સિવિલમાં વેક્સિનેશન કાર્યક્રમ શરૂ, CM અને DyCM હાજર, જાણો સૌ પ્રથમ કોણે રસી લીધી?

 | 12:40 pm IST
  • Share

આજથી દેશમાં કોરોના વેક્સિનેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં પણ તમામ સેન્ટરો પર રસીકરણની કામગીરી આરંભી દેવામાં આવી છે. અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં વેક્સિનેશન શરૂ કરી દેવાયું છે. ત્યારે સિવિલના ટ્રોમાં વોર્ડમાં સવારથી જ સ્ટાફને અલર્ટ રાખવામાં આવ્યો છે.

અમદાવાદ જિલ્લા ખાતે રસીકરણની શરૂઆત કરાઈ છે. જેમાં નામાંકિત વ્યક્તિઓમાં ડો. તૃપ્તિ પટેલે પ્રથમ રસી લીધી છે. પ્રથમ દિવસે જિલ્લામાં 300 ફ્રન્ટલાઈન વકર્સને રસી અપાઈ છે. જેતલપુર ખાતે 100 હેલ્થ વકર્સને રસી અપાઈ છે. અમદાવાદ કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, દસક્રોઈના ધારાસભ્ય બાબુ જમના દાસ હાજર રહ્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિનનો પ્રથમ ડોઝ નવીન ઠાકર અને કેતન દેસાઈને આપવા આવ્યો. ઉપરાંત SVPના સુપરિન્ટેન્ડન્ટ એસ. ટી. મલ્હાનને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વેક્સિનેશન દરમિયાન CM અને DyCM સિવિલ હોસ્પિ.માં હાજર રહ્યા હતા. પ્રથમ 10 આરોગ્યકર્મીઓને વેક્સિન અપાઈ છે. સીએમે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કોરોનાકાળમાં ખૂબ સેવા કરી. હેલ્થ કર્મચારી, ડોક્ટરોએ શહીદી વહોરી છે. ગુજરાતમાં 161 જગ્યાએ રસીકરણનો કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે.

ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો સંકોચ, ભ્રમ રાખ્યા વગર વેક્સિન લગાવે, વેક્સિન સુરક્ષિત છે. વેક્સિનનો 10 લાખ ડોઝ કેન્દ્ર સરકારે આપ્યો છે. વેક્સિન સલામત છે, ગેરમાર્ગે દોરાવવું નહીં. બધા કોરોના વોરિયર્સને વેક્સિન આપીશું.

અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ડૉક્ટર મોના દેસાઈ, IIPHના ડાયરેક્ટર દિલીપ માંઉલનકર તથા નર્સ ટ્વિન્કલ દેસાઈ, NHL કોલેજના ડીન ડૉ. પ્રતિક પટેલે SVP હોસ્પિટલમાં વેક્સિન લીધી હતી. સંસ્કૃત શ્લોકના સૂત્રોચ્ચાર સાથે વેક્સિન આપવામાં આવી હતી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ વેક્સિન લેનારને બેચ લગાવી સન્માનિત કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન