Corona Vaccine News ICMR Bharat Biotech Vaccine May Be Launched On 15 August
  • Home
  • Corona live
  • કોરોના વેક્સીન બનાવી લઈ ભારતે દુનિયા આખીમાં વગાડ્યો ડંકો, 15મી ઓગષ્ટે થશે લોન્ચ

કોરોના વેક્સીન બનાવી લઈ ભારતે દુનિયા આખીમાં વગાડ્યો ડંકો, 15મી ઓગષ્ટે થશે લોન્ચ

 | 3:50 pm IST

કોરોના વાયરસની વેક્સીન બનાવવાની દિશામાં ભારતને મોટી સફળતા હાથ લાગવાની તૈયારીમાં છે. ભારતમાં જ બનેલી સંપૂર્વ સ્વદેશી કોરોના વેક્સીન બનીને તૈયાર પણ થઈ ગઈ છે. ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ (ICMR) અને ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડ (BBIL) તરફથી સહભાગી રીતે આ વેક્સીનને ક્લિનિકલ ટ્રાયલ પ્રાયોરિટી પર બનાવવામાં આવશે.

BBV152 COVID vaccineના ક્લિનિકલ ટ્રાયલ માટે એક ડઝન ઈન્સ્ટીટ્યૂટ્સની પસંદગી કરવામાં આવી છે. ICMRના જણાવ્યા પ્રમાણે તમામ ટ્રાયલ બાદ આ વેક્સીનને 15 ઓગષ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસના દિવસે જ લોંચ કરવામાં આવે તેવી તૈયારીઓ ચાલી રહી છે.

SARS-CoV-2માંથી જ બની છે આ વેક્સીન

આ સ્વદેશી વેક્સીન SARS-CoV-2ના એક સ્ટ્રેનમાંથી જ તૈયાર કરવામાં આવી છે જેને ICMR-નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ આઈસોલેટ કરી હતી.

આ જગ્યાએ થશે વેક્સીનની ક્લિનિકલ ટ્રાયલ

સ્વદેશી કોવિડ વેક્સીનના ટ્રાયલ માટે 12 ઈન્સ્ટીટ્યૂટ્સની પસંદગી કરવામાં આવી છે. તેમાં નવી દિલ્હી, વિશાખાપટ્ટનમ, પટના, બેલગાવ, નાગપુર, ગોરખપુર, હૈદરાબાદ, આર્યનનગર, કાનપુર, ગોવા અને કટ્ટનકુલથુર (તમિળનાડુ)નો શમાવેશ થાય છે.

ટ્રાયલના પરિણામ્મો જ રહેશે મહત્વના

હવે વેક્સીનના ક્લિનિકલ ટ્રાયલ શરૂ થશે. ICMRએ જે ઈન્સ્ટિટ્યૂટ્સ પર પસંદગી ઉતારી છે, તેને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે કે, તેમના સહયોગ પર જ આ વેક્સીનનો ફાયનલ આઉટકમ નિર્ભર કરશે. આ ઈન્સ્ટિટ્યૂટ્સથી ક્નિનિકલ ટ્રાયલ સાથે સંકળાયેલા અપ્રૂવલ્સની પ્રક્રિયા થોડી ઝડપી બનાવવાનું પણ કહેવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન